રાજકોટના કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક આવેલા બીટ એન્ડ બાઇટ ફુડ ઝોન સંકુલની અંદર જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં મનપાની આરોગ્ય શાખાએ દરોડો પાડયો હતો. ચેકીંગ દરમિયાન અહીંથી વાસી સોસ, ચટણી, ફ્રોઝન ફુડ, અગાઉથી તૈયાર કરેલો સેન્ડવીચનો ‘વાસ મારતો’ મસાલો સહીત 28 કિલોથી વધુ અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો. અહીં ગયેલા એક ગ્રાહક તરફથી એવી ફરીયાદ મળી હતી કે જીજે-5 સેન્ડવીચ એન્ડ પીઝામાં વાસી સામગ્રી ગરમ કરીને ધ્રાબડી દેવામાં આવે છે. જેના પરથી મનપાની ફુડ શાખાએ ઓચિંતુ ચેકીંગ કર્યું હતું.
રામાપીર ચોકડીથી રૈયાધાર રોડ પર ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગરામાપીર ચોકડીથી રૈયાધાર રોડ પર આવેલા નંદની પાણીપુરી, સંતોષી બેકરી, સાગર ડેરીફાર્મ, ઠાકરધણી હોટેલ, ઠાકરધણી દાળ-પકવાન સહીતની પેઢીમાં ફુડ લાયસન્સ ન હોય તેના માલિકને મનપાએ નોટીસ ફટકારી હતી. આ ઉપરાંત રાજૂ દાળ-પકવાન, શ્રીજી વડાપાઉં, દેવજીવન હોટેલ, દ્વારકાધીશ હોટેલ, દ્વારકાધીશ મેડીસીન, નિમાવત મેડિકલ, મોહીના ટ્રેડર્સ, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના અમુલ પાર્લર, દેવસ્ય મેડિકલ, કોઠારી કકઙ, શિવમ માર્ટ, કોઠારી માર્ટ, આકાશ ડેરી ફાર્મ, ગિરિરાજ ફરસાણની ચકાસણી કરવામાં આવેલ.
