માળિયાના નાના દહીંસરામાં મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો

નાના દહીંસરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીમાં ગયેલ છત્તર અને રોકડ સહીત રૂૂ…

નાના દહીંસરા ગામે મહાકાળી માતાજી મંદિરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરીમાં ગયેલ છત્તર અને રોકડ સહીત રૂૂ 87 હજારનો મુદામાલ રીકવર કર્યો છે ઝડપાયેલ ઇસમેં અગાઉ કરેલ ચોરીની પણ કબુલાત આપી હતી.

ગત તા. 28-05 ના રોજ માળિયા તાલુકાના નાના દહીંસરા ગામે શ્રી મહાકાલી માતાજી મંદિરમાં અજાણ્યા ઇસમેં પ્રવેશ કરી માતાજીને ચડાવેલા નાના મોટા છત્તર વજન 400 ગ્રામ કીમત રૂૂ 40,000 ની ચોરી કરી નાસી ગયો હતો માળિયા પોલીસે ગામના ઉપસરપંચની ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી એલસીબી ટીમે ચોરીના બનાવની તપાસ ચલાવત એક કાળા કલરના બાઈક જીજે 36 એક્યું 4125 લઈને માળિયાથી રવિરાજ ચોકડી ઓવરબ્રિજ પાસે એક ઇસમ નીકળવાનો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી હતી અને આરોપી કિશન સુરેશભાઈ જાની (ઉ.વ.26) રહે મોરબી રવાપર ગામ બોની પાર્ક વાળાને ઝડપી લીધો હતો.

આરોપી પાસેથી નાના મોટા છતર નંગ 05 કીમત રૂૂ 10,000 અને રોકડ રૂૂ 32,000 તેમજ બાઈક કીમત રૂૂ 40,000 અને મોબાઈલ કીમત રૂૂ 5000 મળીને કુલ રૂૂ 87 હજારનો મુદામાલ કબજે લીધો છે આરોપી વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે તેમજ આરોપીએ અગાઉ 28-05 ના રોજ લુંટાવદર ગામે મોમાઈ માતાજી મંદિરમાંથી એક ચાંદી અને એક સોનાના છતરની ચોરી, બે માસ અગાઉ હળવદ બસ સ્ટેન્ડ પાસે મેલડી માતાજી મંદિરમાંથી ચાંદીના છતર ચોરી, ત્યારબાદ દશેક દિવસ પછી હળવદ લક્ષ્મીનારાયણ ચોકમાં મામાદેવ મંદિરમાં ચાંદીના દસથી અગિયાર છતર ચોરી અને ઘૂટું ગામથી માંડલ વચ્ચે આવેલ ખોડીયાર માતાજી મંદિરમાંથી ચાંદી અને સોનાના છતર ચોરીની કબુલાત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *