આઈપીએલમાં રાજસ્થાન રોયલના સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી અંગે ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો વૈભવે ક્રિકેટની દુનિયામાં આટલી મોટી સનસનાટી ન સર્જતો હોત તેમણે ચોક્કસપણે તેમની આગામી ફિલ્મ માસૂમમાં મુખ્ય ભૂમિકામાં લેવાનું વિચાર્યું હોત. પદ્મ ભૂષણ પુરસ્કાર વિજેતા અને દિગ્દર્શક શેખર કપૂર હાલમાં તેમની પ્રતિષ્ઠિત ફિલ્મ માસૂમની નવી સિક્વલની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન વૈભવ સૂર્યવંશીની માસૂમિયત અને વિસ્ફોટક બેટિંગે ક્રિકેટના મેદાન પર બધાને આશ્ચર્યચકિત કર્યા છે.
જેની સાથે શેખર કપૂરને પણ પ્રભાવિત કર્યા છે. શેખર કપૂરે એક્સ પર વૈભવ સૂર્યવંશીનો ફોટો પોસ્ટ કરીને તેમના ચાહકો સાથે આ લાગણી શેર કરી છે. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું, જો સૂર્યવંશી આટલો અસાધારણ ક્રિકેટર ન હોત તો હું તેમને મારી ફિલ્મમાં કાસ્ટ કરી શક્યો હોત. શેખર કપૂરની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. શેખર કપૂર હાલમાં માસૂમ- ધ ન્યૂ જનરેશન પર કામ કરી રહ્યા છે. જે તેમની વર્ષ 1983ની ક્લાસિક ફિલ્મ માસૂમની સિક્વલ છે.
