ટ્રમ્પની દીકરી ટિફની અને જમાઇ વનતારાની મુલાકાતે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ આજે ગુજરાતના જામનગર ખાતે પહોંચી હતી. ખાનગી ભારત પ્રવાસના ભાગરૂૂપે તેઓ જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કડક સુરક્ષા…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ટિફની ટ્રમ્પ આજે ગુજરાતના જામનગર ખાતે પહોંચી હતી. ખાનગી ભારત પ્રવાસના ભાગરૂૂપે તેઓ જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ કડક સુરક્ષા વચ્ચે કારના મોટા કાફલા સાથે સીધા વનતારા તરફ રવાના થયા હતા. ટિફની ટ્રમ્પ સાથે તેમના પતિ માઈકલ બુલોસ તેમજ કેટલાક નજીકના મિત્રો પણ પ્રવાસમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ટિફની ટ્રમ્પ અંબાણી પરિવારના ખાસ મહેમાન તરીકે ગુજરાત પહોંચી છે અને તેઓ જામનગર સ્થિત વનતારાની મુલાકાત લેશે. વનતારા હાલમાં વૈશ્વિક સ્તરે ચર્ચામાં રહેલું વન્યજીવ સંરક્ષણ, બચાવ અને પુનર્વસન કેન્દ્ર માનવામાં આવે છે, જ્યાં અગાઉ અનેક આંતરરાષ્ટ્રીય મહાનુભાવો અને જાણીતી હસ્તીઓ પણ મુલાકાત લઈ ચૂકી છે. ટિફની ટ્રમ્પ હાલમાં ખાનગી પ્રવાસે ભારત આવી છે. પ્રવાસ દરમિયાન તેમણે નવી દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેઓ આગ્રા પહોંચી તાજમહેલ નિહાળવા ગયા હતા. તાજમહેલની મુલાકાત બાદ તેઓ રાજસ્થાનના જૈસલમેર પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઐતિહાસિક સોનાર કિલ્લો (જૈસલમેર ફોર્ટ) અને શહેરના અન્ય વારસાગત સ્થળોની મુલાકાત લીધી હતી.

ટિફની ટ્રમ્પના આગમનને લઈને જામનગર એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હતી. એરપોર્ટથી નીકળ્યા બાદ તેમનો કાફલો સીધો વનતારા તરફ જતો જોવા મળ્યો હતો. જોકે પ્રવાસ સંપૂર્ણપણે ખાનગી હોવાનું જણાવાયું છે અને તેમના કાર્યક્રમની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ટિફની ટ્રમ્પના ગુજરાત આગમનથી જામનગર ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ધ્યાનનું કેન્દ્ર બન્યું છે. અંબાણી પરિવારના આમંત્રણ પર યોજાયેલા આ પ્રવાસને લઈને સ્થાનિક સ્તરે પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *