રાજ્યમાં પ્રથમ વખત રાજકોટમાં ટ્રાફિક જામ પૂર્વે AI પોલીસને એલર્ટ કરશે

અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના નિરીક્ષણ હેઠળ ટ્રાફિક સમસ્યા ઉકેલવા સ્માર્ટ પોલીસિંગનો ઉપયોગ એઆઇની મદદથી રાજકોટવાસીઓને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળશે રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે…

અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીકના નિરીક્ષણ હેઠળ ટ્રાફિક સમસ્યા ઉકેલવા સ્માર્ટ પોલીસિંગનો ઉપયોગ

એઆઇની મદદથી રાજકોટવાસીઓને ટ્રાફિકની હાલાકીમાંથી મુક્તિ મળશે

રાજકોટમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે અને માર્ગ સુરક્ષાને વધુ મજબૂત કરવા અને વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટ્રાફિક પોલીસ હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરશે, ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવશે. વિશ્વની અગ્રણી કંપની ‘ગૂગલ મેપ્સ’ ની મદદથી ખાસ એપ્લીકેશન મારફતે જ્યાં ટ્રાફિક જામ થવાનો હશે તેની આગોતરી ટ્રાફિક પોલીસને થશે અને ટ્રાફિક જામ થવાના સ્થળે પહોચી પોલીસ ટ્રાફિક જામની સ્થિતિનો ઉકેલ લાવશે. આ ડિજિટલ નેવિગેશન સિસ્ટમ અંતર્ગત હવે રાજકોટ પોલીસેને રસ્તા પરના અકસ્માત સંભવિત વિસ્તારો અને જોખમી વિસ્તારો વિશે અગાઉથી જ રિયલ-ટાઇમ એલર્ટ મળી જશે. ગુજરાતમાં રાજકોટ પ્રથમ એવું શહેર હશે જ્યાં પોલીસે રોડ સેફ્ટી વધારવા માટે ગૂગલ અને એ.આઈ સાથે આ પ્રકારનું સીધું જોડાણ કરશે.

રાજકોટના ટ્રાફિક અને ક્રાઈમના અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકે વાતચીતમાં જણાવ્યું કે, રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે એ.આઈ અને ગુગલની મદદથી હવે આ આધુનિક ડિજિટલ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરી ટ્રાફિક જામ સહિતની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પોલીસ કામ કરશે.

એ આઈ અન ગુગલની મદદથી ખાસ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે જેના મારફતે રાજકોટ શહેર તેમજ આસપાસના રસ્તાઓ ઉપરના રિયલ-ટાઇમ ટ્રાફિકની માહિતી તેમજ ટ્રાફિક જામ અંગે એલર્ટ પોલીસને તાત્કાલિક મળી જશે. આ ટેકનોલોજીકલ પ્લેટફોર્મ અંગે માહિતી આપતા અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલિકે વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ નવતર પ્રયોગનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો તેમજ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવાનો છે. આ નવતર પ્રયોગ માટે વિશ્વની અગ્રણી ટેકનોલોજી કંપની ’ગૂગલ મેપ્સ’ સાથે સીધું જોડાણ કરવામાં આવ્યું છે.

એક ખાસ તૈયાર કરાયેલી આધુનિક એપ્લિકેશન અને ગૂગલના ડેટાના સમન્વયથી હવે ટ્રાફિક પોલીસને રસ્તા પર કયા સ્થળે ટ્રાફિક જામ થવાની સંભાવના છે, તેની આગોતરી જાણકારી મળી જશે. જેવી કોઈ વિસ્તારમાં વાહનોની ગતિ ધીમી પડશે કે ભારણ વધશે, કે તરત જ કંટ્રોલ રૂૂમ અને ઓન-ડ્યુટી પોલીસ અધિકારીઓને રિયલ-ટાઇમ એલર્ટ મળી જશે. આ એડવાન્સ સિસ્ટમના કારણે પોલીસ ટ્રાફિક જામ સર્જાય તે પહેલાં જ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રિત કરી શકશે.

આ ડિજિટલ નેવિગેશન સિસ્ટમ માત્ર ટ્રાફિક નિયંત્રણ પૂરતી સીમિત નથી, પરંતુ માર્ગ અકસ્માતો ઘટાડવામાં પણ ગેમ-ચેન્જર સાબિત થશે. રાજકોટ પોલીસને આ સિસ્ટમ મારફતે શહેરના સૌથી જોખમી વળાંકો, બ્લેક સ્પોટ્સ અને અકસ્માત સંભવિત વિસ્તારો વિશે અગાઉથી જ ચોક્કસ લાઇવ ડેટા અને રિયલ-ટાઇમ એલર્ટ મળતા રહેશે. આ ડેટાના આધારે પોલીસ તે ચોક્કસ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી શકશે અથવા ટ્રાફિક ડાયવર્ઝન જેવા જરૂૂરી પગલાં ત્વરિત લઈ શકશે.

રાજકોટ પોલીસ અને ગૂગલ તેમજ એ.આઈ વચ્ચેનો આ સમન્વય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ પોલીસિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડશે ટેકનોલોજીના નિષ્ણાતોના મતે એઆઈ અને ગૂગલ મેપ્સના આ સીધા જોડાણથી પીક-અવર્સ (જેમ કે સવાર અને સાંજનો સમય) દરમિયાન સેંકડો વાહનચાલકોનો કિંમતી સમય અને ઇંધણ બચશે. આ હાઇ-ટેક પ્રોજેક્ટ આગામી દિવસોમાં રાજકોટ માટે કાર્યરત કરી દેવામાં આવશે, જે ભવિષ્યમાં ગુજરાતના અન્ય શહેરો માટે પણ રોડ સેફ્ટીનું એક ઉત્કૃષ્ટ મોડેલ સાબિત થશે.

એ.આઈની મદદથી પાર્કિંગ અને વ્યસ્ત રસ્તાઓની માહિતી પણ પોલીસને મળશે
રંગીલા રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ હવે સંપૂર્ણપણે હાઇ-ટેક મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં પ્રથમ વખત શરૂૂ થઈ રહેલા આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ગૂગલ મેપ્સના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત હવે માત્ર ટ્રાફિક જામ જ નહીં, પરંતુ શહેરના પાર્કિંગ અને સૌથી વધુ ટ્રાફિકવાળા વ્યસ્ત રસ્તાઓની ચોક્કસ માહિતી પણ ઓટોમેટિક મળી જશે. આ આધુનિક ડિજિટલ નેવિગેશન સિસ્ટમ દ્વારા વાહન ચાલકોને કયા રસ્તા પર વાહનોનું ભારણ સૌથી વધુ છે અને કયા વિસ્તારમાં પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ છે, તેની રિયલ-ટાઇમ માહિતી મળશે. ગૂગલ મેપ્સ અને એ.આઈ. આધારિત ખાસ એપ્લિકેશન સીધી પોલીસ કંટ્રોલ રૂૂમ અને ઓન-ડ્યુટી કર્મચારીઓ સાથે જોડાયેલી રહેશે. આ ટેકનોલોજીકલ ક્રાંતિથી પીક-અવર્સ દરમિયાન પીપળિયા હોલ, યાજ્ઞિક રોડ કે કાલવાડ રોડ કોટેચા ચોક જેવા વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિક મેનેજમેન્ટ સરળ બનશે. પરિણામે, રાજકોટવાસીઓનો કિંમતી સમય અને ઇંધણ બંને બચશે તથા માર્ગ સુરક્ષા વધુ મજબૂત થશે.ઉપરાંત પોલીસ દ્વારા મહાનગરપાલિકાની મદદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાર્કિંગ બાબતે પણ ચર્ચા કરી મહત્વના નિર્ણય લઇ નવા પાર્કિંગ સ્થળ કાર્યરત કરશે. તેમજ ટ્રાફિક સિગ્નલ ઉપર થતા ટ્રાફિક જામ લઇને પણ આગામી દિવસોમાં નવા નિર્ણય લેવામાં આવશે જેથી રાજકોટની જનતાને ટ્રાફિક સમસ્યા માંથી રાહત મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *