રાજકોટ મનપાના મેયર પદે “ધુરંધર” નેહલ શુકલ

શહેરના 23મા મેયર પદે ડોકટર નેહલ શુકલની સર્વાનુમતે વરણી, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, પાવરફુલ સ્ટે.કમિટીનું સ્ટીયરિંગ પરેશ પીપળિયાના હાથમાં, શાસક પક્ષના નેતા તરીકે હિરેન…

શહેરના 23મા મેયર પદે ડોકટર નેહલ શુકલની સર્વાનુમતે વરણી, ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, પાવરફુલ સ્ટે.કમિટીનું સ્ટીયરિંગ પરેશ પીપળિયાના હાથમાં, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણિયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની નિયુક્તિ

છેલ્લી ઘડીએ ટિકિટ લાવ્યા અને કશ્મકશની સ્થિતિમાં મેયર પદ મેળવી વિરોધીઓને પાડ્યા શાંત

છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી અંગે અટકળો ચાલી હતી જે આજે પૂર્ણ થઈ ચૂકી છે રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ પ્રદેશ ભાજપ દ્વારા જ્ઞાતિ સમીકરણોને બેલેન્સ કરી હોદ્દેદારો નિમ્યા હોય તેવું ચિત્ર હાલ સ્પષ્ટ ઉભું થયું છે. રાજકોટ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો ઘણા ખરા પ્રશ્નો અગાઉ પણ ઊભા થયા હતા નામોને લઈને જે અંગે આજે પ્રદેશ ભાજપ દ્વારા સસ્પેન્સ પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. શહેરના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પ્રમુખ પદ પર સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમની પસંદગી પાછળ તેમનું ઉચ્ચ શિક્ષણ અને પક્ષ પ્રત્યેની વફાદારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. આ સાથે જ ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી કરવામાં આવી છે, જેઓ મહિલા સશક્તિકરણનું પ્રતીક છે અને પાયાના કાર્યકર રહ્યા છે.

મનપાની સૌથી પાવરફુલ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની મોહર મારવામાં આવી છે. રાજકોટના બજેટ અને વિવિધ વિકાસ કાર્યોને ગતિ આપવાની મુખ્ય જવાબદારી હવે તેમના શિરે રહેશે. આ ઉપરાંત, શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયા અને પક્ષના દંડક તરીકે સંજયસિંહ રાણાની નિયુક્તિ કરવામાં આવી છે. આ નવી ટીમ રાજકોટ શહેરના સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ અને પાણી-રોડ રસ્તાની સમસ્યાઓ ઉકેલવા કટિબદ્ધ બનશે.

સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોનું માળખું
પરેશભાઇ રમેશભાઇ પીપળિયા(ચેરમેન)
ભરતભાઇ લીંબાસિયા
નિલેષભાઇ હેરભા
સંજયભાઇ ચાવડા
અંજનાબેન મોરઝરિયા
ધૈર્યભાઇ પારેખ
રાજુભાઇ અઘેરા
માધવીબેન બદ્રકિયા
વર્ષાબેન પાંધી
ચંદાબેન વાળા
કૌશિકભાઇ ટાંક
કિશનભાઇ ટીલવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *