વોરાકોટડા ગામે તળાવમાંથી ગોંડલના યુવાનની લાશ મળી

ગોંડલમાં રહેતો યુવાન 3 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. જેથી વોરાકોટડા ગામે તળાવમાંથી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને…

ગોંડલમાં રહેતો યુવાન 3 દિવસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો. જેથી વોરાકોટડા ગામે તળાવમાંથી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

જાણવા મળતી વિગત મુજબ ગોંડલમાં વોરાકોટડા રોડ પર શાળા નં.16 પાસે રહેતો રેનીશભાઇ બાબુભાઇ માલવીયા (ઉ.વ.45)નામનો યુવાન ત્રણ દિવસ પહેલા ઘરેથી કોઇને કહ્યા વગર નીકળી ગયો હતો. જેથી પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન વોરાકોટડા ગામે તળાવમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યાની જાણ થતા પરિવારજનો દોડી જતા આ મૃતદેહ રેનીશનો જ હોવાનુ ખુલવા પામ્યુ હતુ. બનાવની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક રેનીશ બેભાઇ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ અને તે મમરાના કારખાનામાં કામ કરતો હોવાનુ જાણવા મળ્યુ છે. તેણે ઘરેથી નીકળી આપઘાત કરી લીધાની શંકા સેવાઇ રહી છે. જો કે, આપઘાત શા માટે કર્યો તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *