આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક બહુ મોટી સફળતા મળી છે. વિદેશોમાં તાર ધરાવતી અને લોકો સાથે કરોડો રૂૂપિયાની છેતરપિંડી કરતી એક ઓર્ગેનાઈઝ્ડ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ ગેંગના સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ગેંગે ભારતના અલગ-અલગ રાજ્યોના નિર્દોષ લોકો સાથે રૂૂ. 770 કરોડથી વધુ નું મસમોટું સાયબર ફ્રોડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. ગેંગ દ્વારા અંદાજે રૂૂ.77.20 કરોડ રૂૂપિયાની સાયબર હેરાફેરી કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ દ્વારા એક વિશાળ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું હતું, જેના દ્વારા દેશભરમાં સાયબર ઠગાઈ આચરવામાં આવતી હતી. આ ગેંગે કુલ 149 બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહારો કર્યા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી જે છેક પાકિસ્તાન, યુએઈ (ઞઅઊ) અને યુગાન્ડા સુધી પહોંચતા હોવાના ચોંકાવનારા પુરાવા પોલીસના હાથ લાગ્યા છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી વ્યાપક હતી કે દેશભરમાંથી કુલ 795 નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલમાં ફરિયાદો નોંધાયેલી હતી, જેની સામે પોલીસે અત્યાર સુધી 30 અલગ-અલગ એફ.આઈ.આર નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલા મહેસાણા જિલ્લાના રહેવાસી દક્ષેશભાઈ નથુભાઈ પટેલને આણંદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દબોચી લેવામાં આવ્યો છે. આ ધરપકડને સાયબર ક્રાઇમ પોલીસની એક મોટી સફળતા માનવામાં આવે છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ કૌભાંડમાં સામેલ અન્ય મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય.
ભારતના લોકો પાસેથી છેતરીને મેળવેલા નાણાં બાયનાન્સ એપ્લિકેશન તેમજ હવાલા મારફતે પાકિસ્તાન, યુગાન્ડા (આફ્રિકા) અને યુ.એ.ઈ. જેવા દેશોમાં મોકલવામાં આવતા હતા. આ મહાકૌભાંડને અંજામ આપવા માટે અલગ-અલગ બેંકોના ખાતાઓનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ એકાઉન્ટ્સ પર ગઈઈછઙ પોર્ટલ મારફતે 795 જેટલી ફરિયાદો, અરજીઓ થયેલી છે, જેના આધારે ભારતના વિવિધ રાજ્યોમાં 30 જેટલી ઋઈંછ પણ રજીસ્ટર થઈ ચૂકી છે.
