સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન વધુ એક વિવાદમાં, જામનગર રૂરલ ડિસ્ટ્રિકટ ક્રિકેટ વેલફેર એસોસિએશન પણ આવ્યું મેદાનમાં
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન છેલ્લા કેટલાક સમયથી એક પછી એક નવા વિવાદોમાં ઘેરાતી જાય છે. એસોસીએશનમાં પરિવારવાદ, નાણાકીય વ્યવહારમાં ગોટાળા, અન્ય રીતે થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠયા છે. એસોસીએશનના હાલના હોદેદારો વિરૂધ્ધ થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પત્રકાર પરિષદમાં એસોસીએશન સાથે જોડાયેલા સંગઠનોએ પણ કેટલાક ચોંકાવનારા આરોપ મુકયા હતા. એ પછી હવે સૌરાષ્ટ્રભરમાંથી વિવિધ સ્થાનિક એસોસીએશન પણ મેદાનમાં આવવા લાગ્યું છે. જામનગર રૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશને પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સામે મોરચો માંડયો છે.
છેલ્લે રાજકોટમાં રમાયેલી ભારત- ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં ખેલાડીઓના ભોજન તેમજ કેટરર્સનો માત્ર સાત દિવસનો રૂા.75 લાખનો ખર્ચ દેખાડાયો હોય તેમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે. વધુમાં વર્ષ 2023-24ના રજુ થયેલા હિસાબના રેકર્ડ ફંફોસવામાં આવતા રૂા.47.94 લાખના ખર્ચે કાર ખરીદીનું બીલ મુકાયું છે. આ કાર એસોસીએશન કરતા તો વધુ વર્તમાન હોદેદારોના અંગત વપરાશ માટે જ ઉપયોગ થતો હોવાનો પણ વિવાદ ઉઠયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસએશન (SCA) ના વર્ષ 2023-24 ના કિસાવોમાં દરાર્શાવામાં આવેલા કેટલાક ખર્ચ અને ચુકવણીઓ અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ રહી છે. જાહેર થયેલા રેકોર્ડ મુજબ Jai Ganesh Auto Cars Pvt. Ltd.. મારફતે અંદાજે ₹47.94 લાખમાં ખૠ ૠહજ્ઞતયિિં જેવી લકજરી વાહનની ખરીદી કરવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
પ્રશ્ન એ છે કે આ વાહન એસો.ના સત્તાવાર ઉપયોગ માટે ખરીયયું હતું કે પછી કેટલાક પદાધિકારીઓ અને સભ્યોના વ્યક્તિગત ઉપયોગ માટે? તેવો સવાલ રૂરલ ડિસ્ટ્રીકુટ ક્રિકેટ વેલફેર એસોસીએશને કર્યો છે. તે ઉપરાંત રાજકોટ ખાતે યોજાયેલી ભારત અને ઈગ્લેન્ડ ટેસ્ટ મેચ દરમિયાન માત્ર સાત દિવસ માટે ભોજન અને કેટરિંગના ખર્ચ તરીકે આશરે ₹96 લાખથી વધુની રકમ દર્શાવવામાં આવી છે. જેમાં ઋજ્ઞિિીંક્ષય ઇંજ્ઞયિંહ ને ભોજન માટે ₹42.04 લાખ અને ₹29.10 લાખ તેમજ ખજ્ઞળફશ ઈફયિંયિતિ ને ₹25.05 લાખની ચુકવણી દર્શાવવામાં આવી છે.
સામાન્ય જનતા અને ક્રિકેટપ્રેમીઓમાં હવે સીધો પ્રશ્ન ઉભો થાય છે કે શું ભારત અને ઈગ્લેન્ડના ખેલાડીઓએ માત્ર સાત દિવસમાં ₹70-75 લાખનું ભોજન લીધું હતું? આટલા મોટા ખર્ચ, બિલો અને ચુકવણીઓ અંગે કકક તપાસ, સ્વતંત્ર ફોરેન્સિક ઓડિટ અને તમામ વેન્ચર તથા હોટલની ચુકવણીઓની પારદર્શક તપસણી કરવી અત્યંત જરૂૂરી બની ગઈ છે. ટેન્ડર પ્રક્રિયા, ઈન્વોલ્સ, મંજૂરી અને બિલોની સત્યતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે.
કિકેટ એસોસિએશનો જાહેર વિશ્વાસ અને કિકેટ વિકાસના નાણોના સંરક્ષક છે.
તેથી આવા શંકાસ્પદ અને અસ્પષ્ટ ખચીને અવગણવામાં આવી શકશે નહીં. કિકેટપ્રેમીઓ, સભ્યો અને સામાન્ય જનતાને દરેક ખર્ચ અંગે સૂંપૂર્ણ પારદર્શદતા અને જવાબદારી મળવી જ જોઈએ. તેમ રૂરલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ વેલફેર એસોસીએશન (જામનગર)નું માનવું છે.
શંકા ઉપજાવતા આ મુદ્દાની તપાસ કરવા માંગ
* ભારત અને ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ દરમિયાન થયેલા કેટરિંગ સહીતના ખર્ચનું સ્વતંત્ર ઓડિટ કરવામાં આવે.
* હોટલ, કેટર્સ અને અન્ય વેન્ચરોને કરવામાં આવેલી તમામ ચુકવણીઓની કકક તપાસ થાય.
* તમામ ઈન્વોઇસ, ટેન્ડર પ્રક્રિયા, ક્વોટેશન, મંજૂરી કાઈલ અને તુલનાત્મક હિસાબો જાહેર કરવામાં આવે.
* SCAના નાણોનો ઉપયોગ વ્યક્તિગત વૈભવી લાભ માટે થયો છે કે નહીં તેની તપાસ થાય.
* સંભવિત નાણાકીય ગેરરીતિ, વધારાના બિલિંગ અને ક્રિકેટના નાણાના દુરૂૂપયોગ અંગે સક્ષમ સત્તાધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે.
