તળાજા પંથકમાં ડીઝલનો 6 દિવસનો જથ્થો 6 કલાકમાં ખાલી

ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી…

ભાવનગર જિલ્લામા સૌથી વધુ ડીઝલ માટેની લાઈનો ક્યાંય જોવામળી હોયતો તળાજા પંથકમાં જોવામળી.સતત દસેક દિવસ સુધી ડીઝલ માટે રાત દિવસ હડિયાપટ્ટીઓ કરતા લોકો ગઈકાલ થી ઓછા જોવા મળી રહ્યાછે.જોકે હજુ ડીઝલ ભરેલ 20 હજાર લીટર નો ટાંકોઆવે ને લોકોને ખબરપડે એટલે એવાત એટલીવાયુવેગે ફેલાય છેકે થોડીવારમા લાઈનો થઈજાય છે.પોલીસ બોલાવવી પડેતેવી સ્થિતિ સર્જાયછે.

ખરેખર ડીઝલ ની આટલીબધી અછત છે?!તેવા સવાલો પેટ્રોલપંપ ના સંચાલકોને જ્યારે પૂછવામાં આવ્યા ત્યારેતેઓએ કબુલ્યું કે આટલીબધી અછત વર્તાવવાનું કારણ વધુપડતી સંગ્રહખોરી છે.પેટ્રોલપંપ ના સંચાલકોનો રૂૂબર સંપર્ક કરતા જાણવા મળ્યુંકે 20 હજાર લીટરનો ટાંકોઆવે તે અગાઉ સરેરાશ 5-6 દિવસ ચાલતો. મોટાભાગે પેટ્રોલપમ્પો વાળાએ આજ જણાવ્યું. પરંતુ હાલની સ્થિતિ એવીછેકે 6 દિવસ ચાલતો ડીઝલ નો જથ્થો માત્ર 6 કલાકમાં પુરોથઈ જાય છે. કેરબા, ટીપણી લઈને આવતા લોકોને સંતોષ જ નહોય તેવું જોવામળે છે.
સરકારે નિયતમર્યાદામાંજ જથ્થો આપવા ની સલાહ બાબતે જણાવ્યું હતુ કે બધાજ વ્યક્તિ સાથેતેનું પાલન કરવુ શક્ય નથી.

દરોજના ગ્રાહકો, મોટી કંપની કે ઉદ્યોગકારો ને વધુ જથ્થો આપવો પડેછે. એક સંચાલકએ અનુભવ વર્ણવતા જણાવ્યું હતુ કે કેરબામા 20 લીટર ડીઝલ ફિક્સ આપવાનું નક્કી કરતા કેટલાક લોકો બે ત્રણ કેરબા લઈને આવે. આગળ ટ્રેકટર કે અન્ય વાહન ઉભૂ રાખે તેમાં મોટા ટીપડા મુક્યા હોય તેમા ઠાલવી ને ફરી લાઈનમાં ઉભારહી જાય.બીજી તરફ એવાય વ્યક્તિઓછે જે છેક પીથલપુર, ત્રાપજ, રાજસ્થળીથી ડિઝલ માટે તળાજા કે હાઇવે પરના પમ્પો ઉપર આવેછે.જોકે પહેલાની જેમ ટાંકો જાય અને ભરાય જાય તેવું બનતું નથી.પરંતુ જ્યારે અછત થશે ત્યારે પેટ્રોલપંપ વાળા ને બે-ત્રણ મહિના સુધી નહિવત જેવી ઘરાકી રહશે તેટલો સંગ્રહ ખાસ કરીને ડીઝલનો તળાજા પંથકમાં કરી દેવામાં આવ્યા ેછે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *