પેટ્રોલ-ડીઝલ બાદ CNGના ભાવમાં ભડકો, અદાણી ગેસે ફરી વાર 2 રૂપિયાનો વધારો ઝીંક્યો

10 દિવસ પહેલાં જ રૂા.2.25નો વધારો ઝીંકાયો હતો દેશમાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી…

10 દિવસ પહેલાં જ રૂા.2.25નો વધારો ઝીંકાયો હતો

દેશમાં મોંઘવારી ઘટવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સામાન્ય માણસ પહેલેથી જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી ચિંતિત છે, ત્યાં હવે CNG પણ ખિસ્સા ખાલી કરી રહ્યો છે. વાહનચાલકો પર મોંઘવારીનો ડબલ ડોઝ ઝીંકતા CNG ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં વાહનચાલકોને મોટો આંચકો આપતા અદાણી સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. ચાલુ વર્ષ 2026 માં જ સીએનજીના ભાવમાં કુલ 8.60 રૂૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આ વધારા બાદ હવે અદાણી સીએનજીનો નવો ભાવ 88.02 રૂૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

આ અગાઉ હજુ ગત 16 મેના રોજ પણ કંપની દ્વારા 2.25 રૂૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો.
સીએનજીના સતત વધતા ભાવ પાછળ ગેસ વિતરણ કંપનીઓએ મુખ્યત્વે વૈશ્વિક પરિબળોને જવાબદાર ગણાવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીને કારણે સમગ્ર ગ્લોબલ માર્કેટમાં કુદરતી ગેસની કિંમતોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.મજબૂત ડોલરની આડઅસરને કારણે વિદેશી વિનિમય બજારમાં ભારતીય રૂૂપિયા સામે અમેરિકન ડોલર વધુ મજબૂત થયો છે. ભારત મોટા પાયે ગેસની આયાત કરે છે. ડોલર મોંઘો થવાના કારણે દેશમાં ગેસ આયાત કરવાનો ખર્ચ પણ વધી જાય છે.

આ આંતરરાષ્ટ્રીય દબાણની સીધી અસર સ્થાનિક બજારના છૂટક ભાવો પર પડી રહી છે અને કંપનીઓ પોતાનો ખર્ચ સરભર કરવા માટે વારંવાર ભાવ વધારી રહી છે. સીએનજી મોંઘો થવાના કારણે આગામી દિવસોમાં રિક્ષા, ટેક્સી અને માલસામાનના ભાડા વધવાની પણ પૂરેપૂરી આશંકા છે, જે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વધુ વધારશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *