સરકાર અને મેટા વચ્ચે વોટસએપ આધારિત સિટીઝન સર્વિસની ડિલીવરી માટે ખઘઞ સંપન્ન

ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી…

ગ્રામીણ અને શહેરી નાગરિકોને ગ્રિવન્સીસ રીડ્રેસલ સહિત આવક-જાતિ અને EWS પ્રમાણપત્રો-રેશન કાર્ડ અપડેટ-મહેસૂલ રેકોર્ડસ-સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર પરથી ઘરે બેઠા મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી નાગરિક દેવો ભવ:ની વિભાવના વન ડે ગવર્નન્સથી વોટ્સએપ ગવર્નન્સ દ્વારા સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભર્યુ છે. આ હેતુસર રાજ્ય સરકાર અને મેટા પ્લેટફોર્મસ ઈન્ક વચ્ચે એક એમઓયુ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે GARCની ભલામણો અનુસાર સુગમ ડિઝીટલ ગુજરાત ઈનિસ્યેટીવ્ઝ દ્વારા પાંચ જેટલા મુખ્ય વિભાગોની અંદાજે 20 જેટલી નાગરિક કેન્દ્રી સેવાઓ વોટ્સએપ ચેટ બોટ મારફતે ઉપલબદ્ધ કરાવેલી છે.

હવે, આ સેવાઓને લોકો માટે વધુ સરળ અને ઝડપી બનાવવા સાથો-સાથ લાસ્ટ માઈલ ડિલીવરી સુનિશ્ચિત કરવામાં મેટા અને રાજ્ય સરકાર વચ્ચેના આ ખઘઞ મહત્વપૂર્ણ બનશે. તદઅનુસાર, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વોટ્સએપ આધારિત ચેટ બોટથી રાજ્ય ભરના નાગરિકો એક જ વોટ્સએપ નંબર દ્વારા આવી 20 મહત્વપૂર્ણ સેવાઓનો લાભ ઘર બેઠા પોતાના ફોન પર જ આગામી સમયમાં મેળવી શકશે. એટલું જ નહિ, આવી સેવાઓ માટે અલગ-અલગ વેબ પોર્ટલ પર નેવિગેટ કરવામાંથી કે કચેરીઓમાં રૂૂબરૂૂ જઈને લાઈનમાં ઉભા રહીને રાહ જોવામાંથી પણ આવનારા દિવસોમાં મૂક્તિ મળશે.

રાજ્ય સરકારના સામાન્ય વહિવટ વિભાગના તાલીમ અને વહિવટી સુધારણા પ્રભાગના સચિવ હારિત શુક્લા અને મેટાના ડિરેક્ટર અને હેડ ઓફ પોલિસીઝ અમન જૈન તથા ક્ધટ્રી ડિરેક્ટર એ. નિવાસે આ ખઘઞ પર હસ્તાક્ષર કરીને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પરસ્પર આપ-લે કરી હતી.

આ અવસરે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે અને સચિવ ડો. અજય કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *