ચેક બાઉન્સની સજામાં એક વર્ષથી ફરાર મોરબીનો શખ્સ ઝડપાયો

મહેસાણા, કડી અને પોરબંદર કોર્ટે અઢી વર્ષની સજા ફટકારી 10.88 લાખનો દંડ કર્યો હતો ચેક બાઉન્સના અલગ-અલગ 3 ગુનાઓમાં અદાલત દ્વારા સજા પામ્યા બાદ છેલ્લા…

મહેસાણા, કડી અને પોરબંદર કોર્ટે અઢી વર્ષની સજા ફટકારી 10.88 લાખનો દંડ કર્યો હતો

ચેક બાઉન્સના અલગ-અલગ 3 ગુનાઓમાં અદાલત દ્વારા સજા પામ્યા બાદ છેલ્લા 1 વર્ષથી નાસતા-ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં બાંટવા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસની ટીમે બાતમીના આધારે મૂળ બાંટવાના અને હાલ મોરબી ખાતે રહેતા આરોપી હિરેનભાઈ જગદીશભાઈ લખધીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપી વિરૂૂદ્ધ રાજ્યની અલગ-અલગ ત્રણ કોર્ટોમાં ચેક રિટર્નની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં મહેસાણા કોર્ટે આરોપીને 9 મહિનાની સજા અને રૂૂ. 3,00,000 નો દંડ, કડી કોર્ટે 1 વર્ષની કેદની સજા તેમજ રૂૂ. 3,00,000 નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પોરબંદર કોર્ટે પણ આ જ પ્રકારના ગુનામાં આરોપીને 6 મહિનાની સજા અને રૂૂ. 4,88,000 નો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

આ ત્રણેય અદાલતો દ્વારા ફટકારવામાં આવેલી સજા અને દંડથી બચવા માટે આરોપી હિરેન લખધીર પોતાની ઓળખ છુપાવીને નાસતો-ફરતો હતો. આ દરમિયાન બાંટવા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.વી. ચુડાસમાની સૂચના અને માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ ભારાઈ, કોન્સ્ટેબલ રાહુલગીરી તથા દીપુભાઈની ટીમે ચોક્કસ બાતમી મેળવી આરોપીને દબોચી લીધો હતો અને આગળની કાનૂની પ્રક્રિયા શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *