ઇઝરાયેલને બચાવવામાં અમેરિકાના મિસાઇલ સ્ટોકનો 50% હિસ્સો ખાલી! પેન્ટાગોન ફફડ્યું

અમેરિકાની છત્રછાયામાં રહેલા જાપાન-દ.કોરિયા માટે હવે નવો આશરો શોધવો પડે તેવી સ્થિતિ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષની જ્વાળાઓ હવે અમેરિકાના સંરક્ષણ…

અમેરિકાની છત્રછાયામાં રહેલા જાપાન-દ.કોરિયા માટે હવે નવો આશરો શોધવો પડે તેવી સ્થિતિ

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષની જ્વાળાઓ હવે અમેરિકાના સંરક્ષણ સ્ટોકરૂૂમ સુધી પહોંચી ગઈ છે. ઈઝરાયલનું રક્ષણ કરવા માટે અમેરિકાએ પોતાની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમનો એટલી મોટી માત્રામાં ઉપયોગ કર્યો છે કે હવે તેના પોતાના શસ્ત્રાગાર (મિલીટ્રી સ્ટોક) ખાલી થવા લાગ્યા છે. આ આંકડાઓએ માત્ર પેન્ટાગનને જ નહીં, પણ સમગ્ર વિશ્વના સંરક્ષણ નિષ્ણાતોને ચોંકાવી દીધા છે.

સંરક્ષણ અહેવાલો મુજબ, આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ 200થી વધુ ’થાડ’ (THAAD) ઇન્ટરસેપ્ટર મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત અમેરિકન યુદ્ધજહાજો પરથી 100થી વધુ જખ-3 અને જખ-6 ઇન્ટરસેપ્ટર મિસાઈલો છોડવામાં આવી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે જે દેશ પર હુમલો થયો હતો તે ઈઝરાયલે પોતાની સુરક્ષા માટે અમેરિકા કરતા ઓછી મિસાઈલો વાપરી છે.

લશ્કરી વિશ્ર્લેષક કેલી ગ્રીકોના મતે, ઈરાનની મિસાઈલોને હવામાં તોડી પાડવાનો અડધાથી વધુ બોજ અમેરિકાએ પોતાના માથે લીધો છે, જેના કારણે અમેરિકાના સંરક્ષણ ભંડાર પર મોટું જોખમ ઉભું થયું છે.
સૂત્રોના દાવા મુજબ, આ યુદ્ધમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલય એટલે કે ’પેન્ટાગન’નો અંદાજે 50 ટકા મિસાઈલ સ્ટોક વપરાઈ ગયો છે. હાલની સ્થિતિ એવી છે કે અમેરિકા પાસે માત્ર 200 જેટલી જ THAAD મિસાઈલો બચી હોવાનું અનુમાન છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અમેરિકી સંરક્ષણ કંપનીઓની વર્તમાન ઉત્પાદન ક્ષમતા એટલી મર્યાદિત છે કે આ વપરાઈ ગયેલા સ્ટોકને ટૂંક સમયમાં ફરી ભરપાઈ કરવો લગભગ અશક્ય છે.

અમેરિકાની આ મર્યાદિત ક્ષમતાને કારણે એશિયામાં તેના સાથી દેશો જાપાન અને દક્ષિણ કોરિયાની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ બંને દેશો તેમની સુરક્ષા માટે સંપૂર્ણપણે અમેરિકાની એર ડિફેન્સ ક્ષમતા પર નિર્ભર છે. નિષ્ણાતો પ્રશ્ન કરી રહ્યા છે કે જો ભવિષ્યમાં ચીન દ્વારા તાઈવાન પર હુમલો થાય અથવા ઉત્તર કોરિયા કોઈ મોટું સૈન્ય સંકટ સર્જે, તો શું અમેરિકા આ દેશોને પૂરતું સુરક્ષા કવચ પૂરું પાડી શકશે? આ મુદ્દે અત્યારે મોટો સસ્પેન્સ સર્જાયો છે.

અહેવાલોમાં એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે જો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ વધુ કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કે જવાબી હુમલો શરૂૂ કરશે, તો અમેરિકાના મિસાઈલ સ્ટોક પર અસહ્ય દબાણ આવશે. જોકે, આ વિવાદ વચ્ચે પેન્ટાગનના પ્રવક્તા શોન પાર્નેલે સ્પષ્ટતા કરી છે કે, મિસાઈલ ઇન્ટરસેપ્ટર એ સમગ્ર સંરક્ષણ પ્રણાલીનો માત્ર એક નાનો હિસ્સો છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત અને સંતુલિત રીતે આ યુદ્ધનો બોજ ઉઠાવ્યો છે અને અમેરિકા પોતાની તથા પોતાના સાથીઓની સુરક્ષા કરવા માટે હજુ પણ સક્ષમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *