ડોલર સામે રૂપિયો 67 પૈસા મજબૂત થતા શેરબજારમાં 600 પોઇન્ટની તેજી

ક્રૂડનો ભાવ ઘટીને 105 ડોલર પર પહોંચ્યો. ચાંદીમાં વધુ 2500 રૂપિયાનો ઘટાડો અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ…

ક્રૂડનો ભાવ ઘટીને 105 ડોલર પર પહોંચ્યો. ચાંદીમાં વધુ 2500 રૂપિયાનો ઘટાડો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરના શેરબજાર અને ક્રૂડ ઓઈલ માર્કેટ કહો કે પછી કરન્સી માર્કેટ હોય કે બુલિયન બજાર દરેકમાં ઉથલપાથલ મચી ગઈ છે. આ દરમિયાન આજે ભારતીય શેરબજાર ખુલતાં જ પ્રી ટ્રેડિંગ સેશનમાં ભારે તેજી જોવા મળી. જોકે પછીથી સેન્સેક્સમાં સતત ઘટાડો થતો દેખાયો હતો.
સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ ગત ક્લોઝિંગ 75318.39 બાદ સીધું 75732.42 પર ખુલ્યું હતું અને પછી 75945.79 ના હાઈ લેવલને સ્પર્શી ગયું હતું. જે 627 પોઈન્ટની તેજી દર્શાવે છે. જોકે ટ્રેડિંગ શરૂૂ થયા બાદ સેન્સેક્સ ફરી ગબડીને 75590.77 પર આવી ગયું હતું. બીજી બાજુ નિફ્ટીમાં ગઇકાલનું જૂનું ક્લોઝિંગ 23659.00 હતું જે આજે 23830.05 પર ખુલ્યું હતું. જે બાદમાં 23859.90 ના લેવલે સ્પર્શી ગયું હતું. જે 200 પોઇન્ટની તેજી દર્શાવે છે. જોકે પછીથી નિફ્ટી પણ ગબડીને 23748 ની સપાટીએ આવી ગયું હતું.

બીજી બાજુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પના ઈરાન સાથે જલદી જ સમજૂતી થવાના સંકેતો વચ્ચે ક્રૂડ ઓઇલમાં અચાનક જ મોટો કડાકો બોલાયો હતો. જે ગઇકાલ સુધીમાં 110 ડોલરની આસપાસ હતું તે ક્રૂડ ઓઇલ આજે 105 ડોલરની આજુબાજુ ટ્રેડ થઇ રહ્યો છે જે એકઝાટકે 5 ડોલરનો ઘટાડો દર્શાવે છે. આની સાથે ફરી એકવાર વિશ્વને રાહતના સંકેત મળ્યા છે.

બીજી બાજુ એક સારા સંકેત પણ એ રહ્યા છે. રૂૂપિયાએ પહેલા તો ડોલર સામે 96.96 ની સપાટી બનાવી હતી. જોકે આ ઓલ ટાઈમ લો લેવલે પહોંચ્યા બાદ ડોલર સામે રૂૂપિયો મજબૂત થયો અને પછી રૂૂપિયાની કિંમત એકઝાટકે 96.10 સુધી આવી ગઈ હતી જે સારા સંકેત મનાય છે. હાલમાં સમાચાર લખવા સુધીમાં ડોલર સામે રૂૂપિયો 96.20 પર ટ્રેડ થઇ રહ્યો છે.

આજે સોના ચાંદીમાં પણ ભાવ ઘટ્યા હતા.. ગઇકાલે ચાંદી વાયદા બજારમાં 274265 રૂૂપિયાએ બંધ થઇ હતી. જે આજે 2291 રુપિયા તૂટીને 271974 ની આજની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બીજી બાજુ સોનું પણ સસ્તુ થયું છે. ગઇકાલે સોનું ફરી એકવાર 160006 ની સપાટીએ પહોંચ્યું હતું પરંતુ આજે તે ફરીએકવાર તૂટતાં 159533 ની સપાટીએ પહોંચ્યું હતું. આજે સોનું લગભગ 473 રૂૂપિયા જેટલું સસ્તું થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *