મોરબીમાં થયેલી રૂા.8.38 લાખની લૂંટનો ભેદ ખુલ્યો, 3ની ધરપકડ

મોબાઈલની દુકાન ચલાવતા શખ્સે રાજસ્થાનથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં…

મોબાઈલની દુકાન ચલાવતા શખ્સે રાજસ્થાનથી માણસો બોલાવી લૂંટને અંજામ આપ્યો

મોરબી તાલુકાના સરતાનપર રોડ પર બે દિવસ પૂર્વે ધોળે દિવસે લૂંટની ઘટના બની હતી જેમાં સ્વીફ્ટ કારમાં આવેલ ત્રણ ઇસમોએ એકટીવાને ટક્કર મારી ઝપાઝપી કરી છરી બતાવી રૂૂ 8.38 લાખની રોકડ ભરેલ થેલો લૂંટી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે ત્રણ ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે.

મોરબીના માણેકવાડા ગામના ફારૂૂક રજાકભાઈ સુમરા (ઉ.વ.26) નામનો યુવાન મની કલેક્શન કામગીરી કરતો હોય અને ગત તા. 18 ના રોજ બપોરે સરતાનપર રોડ સેન્સો ચોકડીથી અડધો કિલોમીટર આગળ રોડ પર એકટીવા જીજે 36 એએન 5702 લઈને જતા હતા ત્યારે સ્વીફ્ટ કાર જીજે 27 કે 1126 વાળીમાં આવી એકટીવા પાછળ ટક્કર મારી કારમાંથી ત્રણ અજાણ્યા ઇસમોએ ઉતરીને ઝપાઝપી કરી છરી બતાવી અને મરચાની ભૂકી નાખી થેલામાંથી રોકડ રૂા.8,38,500 ની લૂંટ કરી નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી.મોરબી તાલુકા પોલીસ ટીમે ગુનો ડિટેકટ કરવા સઘન તપાસ ચલાવી હતી.

જેમાં ફરિયાદીએ છેલ્લે સેન્સો ચોકડી પાસે આવેલ બાબા રામદેવ મોબાઈલ દુકાનેથી કલેક્શન કર્યું હતું જેથી બાબા રામદેવ મોબાઈલ દુકાનના માલિક હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ રાજસ્થાનીની પ્રવૃત્તિ પર વોચ રાખતા શંકાસ્પદ જણાતા પોલીસ મથક લાવી યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપી હેમરાજ અને જશારામ એક બીજાના મિત્ર હોય જેથી લૂંટને અંજામ આપવા પ્લાન બનાવ્યો હતો અને જશારામે રાજસ્થાનથી તેના માણસોને બોલાવી એક માણસ લોકલ રાખ્યો હતો બંનેએ ફરિયાદીની રેકી કરેલ અને કલેક્શન લઈને નીકળે ત્યારે જશારામને જાણ કરવી જેથી બનાવના દિવસે ફરિયાદી આરોપી હેમરાજની બાબા રામદેવ મોબાઈલથી નીકળ્યો ત્યારે જશરાજને ફોનથી જાણ કરી હતી અને અગાઉથી બનાવેલા પ્લાન મુજબ અગાઉથી તેના મળતિયા આરોપીઓને બોલાવેલ હોવાથી સ્વીફ્ટ કારમાં ત્રણ ઇસમોએ બનાવને અંજામ આપ્યો હતો.

મોરબી તાલુકા પોલીસે આરોપીઓ હેમરાજ ઉર્ફે હેમારામ સોનારામ મેઘવાળ, જસરાજ ઉર્ફે જસવંત પુરારામ ચૌધરી રહે બંને રાજસ્થાન અને રીકેન ઉર્ફે ભૂદેવ સંજય દવે એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂા.1,55,000 અને મોબાઈલ કીમત 3 કીમત રૂા.60,000 નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપીઓ માંગીલાલ ઉર્ફે મનોજ અને ધનારામને ઝડપી લેવા તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *