જામનગરમાં CAની વિદ્યાર્થિનીએ ડિપ્રેશનમાં આવી નવમા માળેથી લગાવી મોતની છલાંગ

જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું…

જામનગર શહેરના પંચેશ્વર ટાવર નજીક ગોવાળ મસ્જિદ સામે આવેલ શાલિગ્રામ એપાર્ટમેન્ટના નવમા માળેથી આજે સવારે મોતની છલાંગ લગાવનાર યુવતીની ઓળખ થઈ ગઈ છે. મૃતક યુવતીનું નામ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ (ઉ.વ. 22) હોવાનું સામે આવ્યું છે. તેણી કલ્યાણીના ચોક પાસે ઝવેરીની ડેલી વિસ્તારમાં રહેતી હતી અને સીએનો અભ્યાસ કરતી હોવાનું પણ જાણવા મળ્યું છે.

આ બનાવ આજે સવારે અંદાજે નવેક વાગ્યાના આસપાસ બન્યો હતો. મળતી માહિતી મુજબ દ્રષ્ટિ પારેખ શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં પ્રવેશી હતી અને લિફ્ટ મારફતે નવમા માળે પહોંચી હતી. ત્યારબાદ તેણીએ ઉપરથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઇજાઓ અને ભારે રક્તસ્ત્રાવના કારણે ઘટનાસ્થળે જ તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

સ્થાનિક લોકોએ બનાવ અંગે તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ સિટી એ ડિવિઝન પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા, જેમાં યુવતી લિફ્ટ મારફતે નવમા માળે જતી જોવા મળી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં તપાસ દરમિયાન યુવતીની ઓળખ દ્રષ્ટિ જતીનભાઈ પારેખ તરીકે થઈ હતી.

પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે એવું જાણવા મળ્યું છે કે યુવતી વ્યક્તિગત કારણોસર અને ડિપ્રેશનમાં આવી જતાં આ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકતીવતી ના પિતા સોની કામ ની દુકાન ધરાવે છે, અને માતા-પિતા ભાઈ બહેન અને દાદીમા સહિતનો પાંચ પરિવાર રહે છે. જેમાં મૃતક યુવતિ સહિતના પરિવારજનો તાજેતરમાં કેદારનાથની યાત્રાએ પણ જવાના હતા. આ બનાવને લઈને સમગ્ર સોની પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *