નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત સરોવરની વચ્ચે નરસિંહ મહેતાની ભવ્ય મૂર્તિ મૂકવાનો નિર્ણય લેવાયો હતો. જે તે સમયે કરવામાં આવેલા ઠરાવ મુજબ, આ મૂર્તિ મેટલ (ધાતુ) ની બનાવવાની હતી અને તેના માટે અંદાજે 85 લાખ રૂૂપિયા જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવી હતી. જોકે, જ્યારે મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું ત્યારે તે મેટલના બદલે માર્બલ (આરસ) ની જોવા મળી હતી.
સામાન્ય રીતે મેટલની સરખામણીએ માર્બલની કિંમત ઘણી ઓછી હોય છે. આથી પ્રશ્ન એ ઊભો થાય છે કે જો મૂર્તિ માર્બલની જ બનાવવાની હતી, તો 85 લાખનો જંગી ખર્ચ કેવી રીતે દેખાડવામાં આવ્યો? શું આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે? ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરીને પ્રજાના પૈસાનો વેડફાટ થયો હોવાની શંકા દ્રઢ બની રહી છે.
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેને 60 કરોડથી વધારાના ખર્ચને ના મંજૂર કર્યો હતો. આ સરોવર 60 કરોડના ખર્ચે બનવાનું હતું. તેમાં પાર્કિંગ અને રીંગરોડ નો સમાવેશ થતો હતો. પરંતુ આ બંનેની મંજૂરી ન મળતા અધિકારીઓએ ઘણા બધા વધારાના ખર્ચા ગણાવ્યા હતા. પરંતુ ગત ભાજપની બોડી ના સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ બે વખત ઠરાવ કર્યો હતો કે 60 કરોડથી વધારાનો એક પણ રૂૂપિયાનો ખર્ચ કરવાનો નથી. જોકે ત્યારે 60 કરોડથી વધારાનો ખર્ચ થઈ ગયો છે.
