ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયા હતા. મોડી રાત્રે એક બેફામ કાર કન્ટેનર પાછળ ઘૂસી જતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ત્રણેયની લાશને પીએમ માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે.
મળતી માહિતી અનુસાર ભડભીડ ટોલનાકાથી આશરે 1 કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેફામ કાર દોડતા કન્ટેનરના પાછળના ભાગમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ગાડીમાં સવાર ત્રણેય લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયાં હતાં. આસપાસના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આ ભયાનક અકસ્માતમાં ત્રણેય લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કારની સ્થિતિ એટલી હદે ખરાબ હતી કે અંદર ફસાયેલા મૃતકોના શબને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ માટે નજીકની ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા .એકસાથે ત્રણ-ત્રણ આશાસ્પદ લોકોના મોતના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોમાં વીરેન્દ્ર સિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઈમ્તિયાઝ મલેક નામના વ્યક્તિ સામેલ છે. આ તમામના મૃતદેહોને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
