કોડીનારમાં માજી સાંસદ પરિવારના બંગલામાં તસ્કરો ત્રાટકયા

કોડીનારના દેવડી રોડ ઉપર આવેલા હાઈ સિક્યુરિટી ધરાવતા માજી સાંસદ પરિવારના ચાર નંબરના બંગલા ના મંદિરમાંથી ત્રણ કિલો ચાંદીના ભગવાનની અલગ અલગ મૂર્તિઓ કોઈ અજાણ્યો…

કોડીનારના દેવડી રોડ ઉપર આવેલા હાઈ સિક્યુરિટી ધરાવતા માજી સાંસદ પરિવારના ચાર નંબરના બંગલા ના મંદિરમાંથી ત્રણ કિલો ચાંદીના ભગવાનની અલગ અલગ મૂર્તિઓ કોઈ અજાણ્યો શખ્સ ચોરી લઈ ગયા અંગેની ફરિયાદ થતાં ચર્ચા સાથે ચર્ચા મચી ગઈ છે. બનાવ અંગે મકાનના મેન ગેટ આગળ ચોકીદાર તરીકે ફરજ બજાવતા હમીરભાઈ સોમાભાઈ રાઠોડ એ કોડીનાર પોલીસમાં ફરિયાદ આપી છે કે સાહેદ અમરશીભાઈ બોઘાભાઈ સોલંકીના બંગલાથી ચોથા નંબરના બંગલામાં ગતરાત્રિના મંદિરમાં રહેલ શિવ પરિવારની દોઢ કિલો ચાંદીની મૂર્તિ, ગણેશજીની એક કિલોની ચાંદીની મૂર્તિ, એક ગાય માતાની અઢીસો ગ્રામ ચાંદીની મૂર્તિ તથા એક અઢીસો ગ્રામ નો ચાંદીનો ડબ્બો તથા અન્ય પિત્તળના ભગવાનની નાની મોટી મૂર્તિ મળીને રૂૂપિયા 601000/- લાખ ઉપરાંતની મત્તા અજાણ્યો ચોર કોઈ પણ રીતે બંગલામાં પ્રવેશ કરીને લઈ ગયેલ છે માજી સંસદના પરિવારના અત્યંત હાઇ સિક્યુરિટી વાળા વિસ્તારમાં જ્યાં સીસીટીવી કેમેરા બંગલા ને ફરતે એકદમ ઉચી દિવાલ અને પાલતુ કૂતરાઓ વચ્ચે આ ચોરી થવા અંગે અનેકવિધ ચર્ચાઓ ચાલી છે ત્યારે થયેલ ફરિયાદની તપાસ કરનાર કોડીનાર પીઆઇ એન.વી .હરિયાણીએ ગીર સોમનાથ થાણાના તમામ અમલદાર તેમજ એલસીબી એસઓજી અને ડીવાયએસપી ને આ અંગેની જાણ કરીને કોઈ ચોર પકડાયો તો કાયદેસર કાર્યવાહી કરવા કરવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *