ગાંધીધામ રેલવે સ્ટેશનેથી મુંબઈના બે શખ્સો રૂા.2.70 લાખની ઈ-સીગારેટ સાથે ઝડપાયા

બંને શખ્સો મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં આવ્યા હતા આજે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે 2.70 લાખની ઇ-સિગારેટનો જથ્થો લઇને આવેલા મૂળ કચ્છના અને હાલે મુંબઇના બે…

બંને શખ્સો મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં આવ્યા હતા

આજે મુંબઇથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન મારફતે 2.70 લાખની ઇ-સિગારેટનો જથ્થો લઇને આવેલા મૂળ કચ્છના અને હાલે મુંબઇના બે શખ્સને પોલીસે ઝડપી પાડયા હતા. આજે સવારે ગાંધીધામ રેલવેમથકે કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવતાં રેલવે પોલીસે રોજિંદી પેટ્રોલિંગ આદરતાં બે શંકાસ્પદ શખ્સ દેખાતાં તેના થેલા તપાસતાં ઇ-સિગારેટનો જથ્થો મળ્યો હતો. પંચોને સાથે રાખી પોલીસે કાર્યવાહી કરી હતી.

હાલે મુંબઇ રહેતા મૂળ નખત્રાણાના મોટી વિરાણીના બાબુલાલ ગોવિંદ જેપાર અને મૂળ મોટા ધાવડા વિજયકુમાર પ્રવીણભાઇ મેઘવાળના થેલામાંથી જુદી જુદી બ્રાન્ડની 45 નંગ ઇ-સિગારેટ જેની કિં. રૂૂા. 2.70 લાખ મળી જેનો તેઓ પાસે કોઇ પરવાનો ન હતો. આ બંને આરોપીને આ ઇ-સિગારેટ ક્યાંથી લાવ્યા ? તે અંગે પૂછતાં બંને મસ્જિદ બંદર નરશીનાથા સ્ટ્રીટ પાસે આવેલી નૂર વિસ્ટા લેડિઝ ગાર્મેન્ટ શોપમાં કામ કરે છે અને બાજુમાં આવેલી ચાની ટપરી અવારનવાર ચા પીવા જતા હોય છે. જ્યાં અમદાવાદ બાજુના નીલેશભાઇ આવતા હોય છે.

તેમણે આ જથ્થો આપ્યો હતો. પોતાના ફાયદા સારુ વેચાણ અર્થે ઇ-સિગારેટ લાવ્યાનું જણાવ્યું હતું. ગાંધીધામ રેલવે પોલીસે ઝડપાયેલા બંને તેમજ જથ્થો આપનાર નીલેશ વિરુદ્ધ વિવિધ કલમ તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *