સા.કુંડલામાં સી.સી. રોડ તૈયાર હોવા છતાં વાહન વ્યવહાર માટે બંધ રખાતા લોકો પરેશાન

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરના હૃદયમાં આવેલો પટેલ માર્કેટ, જુના બસસ્ટેન્ડથી રૂૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. તેમ છતાં રોડ હજુ સુધી…

સાવરકુંડલા, સાવરકુંડલા શહેરના હૃદયમાં આવેલો પટેલ માર્કેટ, જુના બસસ્ટેન્ડથી રૂૂલર પોલીસ સ્ટેશન સુધીનો સીસી રોડ સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. તેમ છતાં રોડ હજુ સુધી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓ વધી રહી છે.

નગરપાલિકા દ્વારા જીયુડીસી વિભાગ અને હરેશ ક્ધટ્રક્શનને સોંપાયેલા આ કામની મુદત 15 મે, 2026 સુધીની હતી. કામ પૂર્ણ થયા બાદ પણ રોડ બંધ જ રાખવામાં આવ્યો છે. આ રોડ પર જુનું બસસ્ટેન્ડ, સરકારી હોસ્પિટલ, પોલીસ ચોકી, એલઆઇસી ઓફિસ, બેંક અને અનેક વ્યાપારી દુકાનો આવેલી હોવાથી દરરોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનોને લાંબા ડાઈવર્ઝનમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સ્થાનિક શહેરીજનો અને વાહનચાલકોની માંગ છે કે તાત્કાલિક રસ્તો ખુલ્લો કરવામાં આવે, એસટી બસો શરૂૂ થઈ જાય અને રાહદારીઓને થતી મુશ્કેલી ઓછી પડે. તેમણે કહ્યું, રોડ તૈયાર છે તો પછી ખુલ્લો કેમ નથી કરતા? હોસ્પિટલ જવું હોય, બસ પકડવી હોય કે બજારમાં જવું હોય તો ભારે મુશ્કેલી પડે છે. તાત્કાલિક રસ્તો ખુલે, એસટી બસ શરૂૂ થઈ જાય અને રાહદારીઓને રાહત મળે. જીયુડીસી વિભાગ, સાવરકુંડલા નગરપાલિકા અને માર્ગ-મકાન વિભાગની તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *