ચેન્નાઇને 5 વિકેટે હરાવી હૈદરાબાદનો પ્લે ઓફમાં પ્રવેશ

ગુજરાત ટાઇટન્સ પણ પ્લે ઓફમાં, ઇશાન કિશને ફટકારી ફિક્ટી, પેટ કમિન્સ બન્યા આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલિંગ કેપ્ટન ઇશાન કિશનની શાનદાર અડધી સદી…

ગુજરાત ટાઇટન્સ પણ પ્લે ઓફમાં, ઇશાન કિશને ફટકારી ફિક્ટી, પેટ કમિન્સ બન્યા આઇપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલિંગ કેપ્ટન

ઇશાન કિશનની શાનદાર અડધી સદી અને કેપ્ટન પેટ કમિન્સની વેધક બોલિંગની સહાયથી સનરાઇઝર્સ હૈદરાબાદે ગઇકાલે રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પાંચ વિકેટે મજબૂત વિજય હાંસલ કર્યો હતો. આ સાથે હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ પ્લે ઓફમાં પ્રવેશી ગયા છે. જયારે ચેન્નાઈને બાકી રહેલી મેચ જીતવા છતાં અન્ય ટીમના પરિણામો પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ આવી ગઈ છે અને તેમાં પણ તે આગળ વધી શકે તેવી શક્યતા નહિવત છે.

ચેપોક ખાતે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં સાત વિકેટે 180 રનનો સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 19 ઓવરમાં પાંચ વિકેટે 181 રન કર્યા હતા.
181 રનના ટારગેટ સામે રમતી હૈદરાબાદની ટીમ માટે ઇશાન કિશને શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં ત્રણ સિકસર અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. હેનરિક ક્લાસેને તેને સહયોગ આપતાં 26 બોલમાં બે સિક્સર સાથે 47 રન ફટકાર્યા હતા.

અગાઉ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે પોતાની ગતિ અને લાઇન-લેન્થ પર અસાધારણ નિયંત્રણ દર્શાવીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી ચેન્નાઈની રનગતિ પર અંકુશ મેળવ્યો હતો. જોકે ચેન્નાઇએ બેટર્સના સામૂહિક પ્રદર્શનના જોરે હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટે 180 રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો.

ચેન્નાઈ માટે સંજુ સેમસને તોફાની શરૂૂઆત કરી હતી. નિતિશ રેડ્ડીની પ્રથમ ઓવરમાં જ 17 રન ફટકાર્યા હતા. બ્રેવિસે ફોર્મ પરત મેળવીને 27 બોલમાં 44 રનની ઇનિંગ્સ સાથે આ સિઝનનો સર્વોચ્ચ સ્કોર નોંધાવ્યો હતો. જોકે સામે પક્ષે પેટ કમિન્સે ચાર ઓવરમાં 28 રન આપીને ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સને ઓપનર સંજુ સેમસને વિસ્ફોટક શરૂૂઆત અપાવી હતી. સેમસને ઇનિંગ્સની પ્રથમ ઓવરમાં જ નિતિશ કુમાર રેડ્ડી પર આક્રમણ કરતા એક સિક્સર અને બે ચોગ્ગાની મદદથી 17 રન ફટકાર્યા હતા. ત્યારબાદ પ્રફુલ હિંગેની ઓવરમાં પણ તેણે ચોગ્ગાની હેટ્રિક ફટકારી હૈદરાબાદના કેમ્પમાં ચિંતા જગાવી દીધી હતી. જોકે, હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ત્રીજી ઓવરમાં બોલિંગમાં આવીને ટીમને મેચમાં પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય બેટર્સમાં ઉર્વિલ પટેલે કમિન્સને સતત બે સિક્સર ફટકારી પોતાની ક્ષમતા બતાવી હતી, પરંતુ શાકીબ હુસૈનના શાનદાર સ્લોઅર બોલ પર તે બોલ્ડ થયો હતો.બે વિકેટ વહેલી પડી ગયા બાદ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને યુવા બેટ્સમેન કાર્તિક શર્માએ ત્રીજી વિકેટ માટે 42 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સને સંભાળી હતી. કાર્તિક શર્માએ 19 બોલમાં 32 રનની આકર્ષક ઇનિંગ્સ રમી હતી.

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી રોમાંચક મેચમાં કમિન્સે પોતાની ઘાતક બોલિંગના જોરે માત્ર મેચનો પાસો જ ન પલટ્યો, પરંતુ બે મોટા ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. કમિન્સે આ મેચમાં શાનદાર સ્પેલ ફેંકીને ટી20 ક્રિકેટમાં એક મોટો આંકડો પાર કર્યો છે.

મેચ દરમિયાન કમિન્સે જેવો ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો, તેની સાથે જ તેણે ટી20 ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી હતી. પેટ કમિન્સે આ સિદ્ધિ માત્ર 177 મેચોમાં હાંસલ કરી છે. ટી20 કરિયરમાં તેનો ઇકોનોમી રેટ 8.2 રહ્યો છે અને તે અત્યાર સુધીમાં ત્રણ વખત ઇનિંગ્સમાં 4 વિકેટ લેવાનું કારનામું કરી ચૂક્યો છે. આ શાનદાર પ્રદર્શન સાથે કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં એક વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. તેઓ IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલિંગ કેપ્ટન બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *