પ્રધાનમંત્રીની અપીલ બાદ આખા દેશમાં ફયૂલ અને ઈંધણ બચાવવા પર ભાર આપી રહ્યા છે. આ જ ક્રમમાં સુપ્રીમ કોર્ટ પણ આવી ગઈ છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે અપીલને સ્વીકાર કરતા વર્કિગ પ્રોસેસને બદલવાની જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી જાહેર આદેશ અનુસાર, વર્ક ફ્રોમ હોમ અને હાઈબ્રિડ મોડમાં કામ કરવાનો નિર્ણય લેવાયો છે. ઈંધણની બચતને લઈ સુપ્રીમ કોર્ટે પોતાનું આખું શિડ્યૂલ બદલી નાખ્યું છે.
સુપ્રીમ કોર્ટ આદેશ જાહેર કરતા કહ્યું કે, હવે અઠવાડિયામાં બે દિવસ સોમવાર અને શુક્રવારે કોર્ટની કાર્યવાહી સંપૂર્ણપણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે. આ બે દિવસમાં કોઈ ફિઝિકલ સુનાવણી થશે નહીં. વળી મંગળવાર, બુધવાર અને ગુરુવારના રોજ કોર્ટ હાઈબ્રિડ મોડમાં કામ કરશે. એટલે કે આ ત્રણ દિવસમાં વકીલો અને વાદીઓ પાસે પોતાની સુવિધા અનુસાર, કોર્ટમાં આવીને અથવા ઓનલાઈન રીતે જોડાવાના વિકલ્પો રહેશે.ઈંધણના અધિકતમ અને યોગ્ય ઉપયોગની ખાતરી કરવા માટે સુપ્રીમ કોર્ટે જજોને પણ એકમત થઈ ખૂબ જ સરાહનીય સંકલ્પ લીધો છે. તમામ જજોએ સર્વસમ્મતિથી કાર પૂલિગ કરવાનો નિર્ણય લીધો છે, જેથી અવરજવરમાં ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ થાય અને પેટ્રોલ-ડીઝલની બચત થઈ શકે.
તેની સાથે જ, કોર્ટે પોતાના કર્મચારીઓ માટે પણ રાહત ભર્યો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીના દરેક વિભાગ અને સેક્શનમાં 50 ટકા કર્મચારીઓને અઠવાડિયામાં બે દિવસ સુધી વર્ક ફ્રોમ હોમની મંજૂરી આપી દીધી છે. તેના માટે અઠવાડિયાનું રોસ્ટર તૈયાર કરવામાં આવશે. જો કે કોર્ટે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે તેનાથી કોર્ટના નિરંતર કામકાજ પર કોઈ અસર થશે નહીં.
રજિસ્ટ્રી અધિકારીઓને આ અધિકાર આપ્યો છે કે જો કોઈ વિભાગમાં કામની પ્રકૃતિ એવી છે, જ્યાં ભૌતિક હાજરી જરુરી છે, તો વર્ક ફ્રોમ હોમની સુવિધાની રદ અથવા સંશોધિત કરી શકે છે.
