IPLમાં છગ્ગાની સદી પૂર્ણ કરતો મિચેલ, આકાશસિંહે 3 વિકેટ ઝડપી
IPL 2026ની 59મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું.પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 188 રનનો લક્ષ્યાંક આપ્યો, જે લખનૌએ માત્ર 16.4 ઓવરમાં જ મેળવી લીધો.મિશેલ માર્શ લખનૌની જીતનો હીરો રહ્યો,તેણે 38 બોલમાં શાનદાર 90 રન બનાવ્યા.જોશ ઈંગ્લિશે પણ 36 રન બનાવ્યા, જ્યારે નિકોલસ પૂરને અણનમ 32 અને મુકુલ ચૌધરીએ અણનમ 13 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો.આ સિઝનમાં લખનૌની 12 મેચમાં આ ચોથી જીત હતી,જ્યારે ચેન્નાઈને 12 મેચમાં છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો હતો.
મિશેલ માર્શે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધીમી શરૂૂઆત કરી, શરૂૂઆતમાં ચોગ્ગા ફટકાર્યા. પરંતુ પાંચમી ઓવરમાં તેણે છગ્ગા મારવાનું શરૂૂ કર્યું. તેનો શિકાર અંશુલ કંબોજ બન્યો, જે આ સિઝનમાં ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર હતો. માર્શે તેની ઓવરમાં કવર અને સ્ક્વેર લેગ એરિયામાં સતત ચાર છગ્ગા ફટકાર્યા. આ સાથે, તેણે આઇપીએલમાં પોતાનો 100મો છગ્ગો પણ પૂર્ણ કર્યો. મિશેલ માર્શે કુલ સાત છગ્ગા ફટકાર્યા હતા અને તેણે આ સિઝનમાં જ 29 છગ્ગા ફટકાર્યા છે.
લખનૌ માટે મિશેલ માર્શ અને જોશ ઇંગ્લીસે શાનદાર પ્રદર્શન કર્યું, પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી. માર્શે 38 બોલમાં 9 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 90 રનની શાનદાર ઇનિંગ રમી. જોશ ઇંગ્લીસે પણ 32 બોલમાં 36 રન બનાવ્યા. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 135 રન ઉમેર્યા. ત્યારબાદ અબ્દુલ સમદ 3 બોલમાં 7 રન બનાવીને આઉટ થયા. અંતે, નિકોલસ પૂરને 17 બોલમાં અણનમ 32 રન અને મુકુલ ચૌધરીએ 10 બોલમાં અણનમ 13 રન બનાવીને વિજય મેળવ્યો. લખનૌએ 16.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 188 રન બનાવીને મેચ જીતી લીધી.
લખનૌ સુપર જાયન્ટ્સે 7 વિકેટથી CSK સામે જીત મેળવી. દરમિયાન આ હાર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મોંઘી સાબિત થઈ છે. જેનાથી પ્લેઓફની રેસમાં CSK પાછળ થઈ ગઈ છે. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની બોલિંગ સંપૂર્ણપણે ખરાબ જોવા મળી. આકાશસિંહે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસની વિકેટ લીધી.
પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવવા છતાં ઈજઊંએ જોરદાર વાપસી કરી. કાર્તિક શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ અને શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરી, જેના કારણે CSK 20 ઓવરમાં 5 વિકેટે 187 રન સુધી પહોંચી શકી. કાર્તિક શર્માએ સૌથી વધુ 71 રન બનાવ્યા. દુબે 16 બોલમાં 32 રન બનાવ્યા. લખનૌ માટે આ સિઝનમાં પહેલી વાર રમી રહેલા આકાશ સિંહે સૌથી વધુ 3 વિકેટ લીધી. મોહમ્મદ શમી અને શાહબાઝ અહેમદે 1-1 વિકેટ લીધી.
