જામનગરના જડેશ્ર્વર પાર્ક વિસ્તારમાં સાડા ત્રણ કરોડની જમીન દબાણ મુક્ત કરાવાઈ

જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતાં આશરે…

જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં દબાણો દૂર કરવાની વિશાળ કામગીરી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરતાં આશરે રૂૂ. 3.50 કરોડની કિંમતની અંદાજિત 8 હજાર ચોરસ ફૂટ જેટલી સરકારી જગ્યા દબાણમુક્ત કરાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મહાનગરપાલિકા દ્વારા અગાઉથી દબાણકર્તાઓને અંતિમ નોટિસો પાઠવવામાં આવી હતી. સમયમર્યાદા પૂર્ણ થતાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન કુલ છ જેટલાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ત્રણ કાચા-પાકા મકાનો, એક ગેરેજ, એક દુકાન તથા એક વાડાનો સમાવેશ થતો હતો. ડિમોલેશન માટે મહાનગરપાલિકાની ટીમ સાથે બે જેસીબી મશીનો, ત્રણ ટ્રેક્ટરો તેમજ એસ્ટેટ શાખાના 35થી વધુ કર્મચારીઓ તહેનાત રાખવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. સ્થળ પર વીસથી વધુ પોલીસ જવાનો હાજર રહ્યા હતા. મહાનગરપાલિકાની ટીમે વહેલી સવારથી શરૂૂ કરેલી કામગીરી બપોર સુધી ચાલુ રાખી હતી અને મોટા ભાગની જગ્યા દબાણમુક્ત કરાવવામાં સફળતા મળી હતી. શહેરમાં વધતા દબાણોને લઈ આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *