સમાન કેડરના અધિકારીઓની પોસ્ટ્સનું થશે વિલયન

રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન…

રાજ્ય સરકારની 34 કેડરનું પુનર્ગઠન કરવાનો નિર્ણય, ટેકનોલોજી આધારિત જગ્યાઓ ઉમેરાશે

ગુજરાત સરકારે તેની વહીવટી તંત્રને આધુનિક અને ભવિષ્ય-તૈયાર બનાવવા માટે મોટા પાયે કેડર પુનર્ગઠન અને વર્કફોર્સ પ્લાનિંગની પ્રક્રિયા શરૂૂ કરી દીધી છે. આ અંતર્ગત સમાન પ્રકારના પોસ્ટ્સનું વિલયન કરવામાં આવશે અને નવી ટેક્નોલોજી આધારિત પોસ્ટ્સ ઉમેરવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, 34 કેડરોમાંથી ઓછામાં ઓછા 10 કેડરોનું વિલયન થઈ શકે છે. આ કવાયત આગામી મહિનાઓમાં પૂર્ણ થવાની સંભાવના છે.

આ મુદ્દો તાજેતરમાં યોજાયેલા વાર્ષિક ચિંતન શિબિરમાં મુખ્ય વિષયોમાં સામેલ હતો. એક અધિકારીએ જણાવ્યું કે, સ્કિલ ડેવલપમેન્ટ, ડિજિટલ તત્પરતા, નૈતિક વહીવટ અને જેન્ડર પેરિટી પર ભાર મૂકીને ભવિષ્ય-તૈયાર વર્કફોર્સ તૈયાર કરવું એ આ કવાયતનું મુખ્ય લક્ષ્ય છે. આ માટે લર્નિંગ હબ્સ, ડેશબોર્ડ અને એચઆર સુધારાઓનો સમર્થન આપવામાં આવશે.

રેવન્યુ અને પંચાયત વિભાગોમાં અનેક પોસ્ટ્સ સમાન પ્રકારની છે. તે જ રીતે એન્જિનિયરિંગ, રોડ્સ એન્ડ બિલ્ડિંગ્સ તેમજ અર્બન ડેવલપમેન્ટ વિભાગોમાં પણ સમાનતા જોવા મળે છે. આ તમામ પોસ્ટ્સને સ્ટ્રીમલાઇન કરીને એક સામાન્ય પ્લેટફોર્મ દ્વારા ભરવામાં આવશે. 10 વર્ષીય રિક્રુટમેન્ટ કેલેન્ડર (2024-2033) અંતર્ગત GADએ પહેલેથી જ 4,582 નવી પોસ્ટ્સ ઉમેરી છે અને 2,570 પોસ્ટ્સને નાબૂદ કરી છે.

મેરિટ-કમ-સિનિયોરિટી આધારિત પ્રમોશન અને ટ્રાન્સફર પોલિસી પહેલેથી અમલમાં છે. હવે 10 વર્ષીય પ્રમોશન કેલેન્ડર, યુનિફોર્મ વાર્ષિક સાયકલ, કર્મયોગી પોર્ટલ દ્વારા ડિજિટલ ઇન્ટિગ્રેશન અને તાલીમ આધારિત સુધારાઓ લાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આનાથી પારદર્શક અને સમયસર પ્રમોશન થઈ શકશે.
સરકાર અઈં, મશીન લર્નિંગ અને અન્ય ઉભરતી ટેક્નોલોજી માટે અલગ કેડર્સ બનાવવાની યોજના ધરાવે છે. ચિંતન શિબિરમાં રાજ્ય રિક્રુટમેન્ટ ટ્રિબ્યુનલની રચના અને કાનૂની વિલંબ ઘટાડવાની ભલામણો પણ કરવામાં આવી છે. આ સુધારાઓથી ગુજરાતનું બ્યુરોક્રસી વધુ કાર્યક્ષમ, ડિજિટલ અને આધુનિક બનશે, જે ડેટા-ડ્રિવન ગવર્નન્સને વેગ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *