મોરબીમાં યુવાનની હત્યા કરનાર બે આરોપી પકડાયા

યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવા મામલે હત્યા થઇ હતી મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે કોલસાના ડેલા નજીક 29 વર્ષીય યુવાનની છરીના ઘા મારી…

યુવતી સાથે મોબાઇલ પર વાતચીત કરવા મામલે હત્યા થઇ હતી

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે કોલસાના ડેલા નજીક 29 વર્ષીય યુવાનની છરીના ઘા મારી કરપીણ હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.

આ ઘટનાની વિગત મુજબ, ગત 11 મે ના રોજ બપોરના સમયે પીપળીયા થી આમરણ તરફ જવાના રસ્તા પર અબ્બાસ અબ્દુલ સોતા નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક અબ્બાસ આરોપી આસીફ દલની બહેન સાથે મોબાઈલ પર વાતચીત કરતો હતો, જે બાબતની અદાવત રાખીને આરોપી આસીફ અને તેના બનેવી હુશેન સાઈચાએ સમાધાનના બહાને અબ્બાસને બોલાવ્યો હતો. ત્યાં ઉગ્ર બોલાચાલી બાદ આરોપીઓએ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો, જેમાં અબ્બાસને છાતીના ભાગે ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે બંને આરોપીઓ આસીફ ઇલીયાસભાઈ દલ (ઉ.વ. 26) અને હુશેન ઇબ્રાહિમ સાઈચા (ઉ.વ. 28) ને ઝડપી પાડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *