અઠવાડિયાના અંત સુધીમાં આંદામાનમાં ચોમાસાનું આગમન, IMDની આગાહી

  ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનનો પ્રવેશ થવાની…

 

ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું છે કે આ અઠવાડિયાના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી, અંડમાન સમુદ્ર અને અંડમાન-નિકોબાર ટાપુઓ પર દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનનો પ્રવેશ થવાની સંભાવના છે. IMDના અધિકારીઓએ મંગળવારે કહ્યું કે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે અને આગામી 48 કલાકમાં લો-પ્રેશર વિસ્તાર વધુ તીવ્ર બનશે.

સામાન્ય રીતે અંડમાન સમુદ્ર પર મોન્સૂન 20 મે સુધીમાં આવે છે, જ્યારે નિકોબાર ટાપુઓ પર 15 મે આસપાસ. આ વર્ષે તે લગભગ સમયસર જ થવાની ધારણા છે. IMDના ડિરેક્ટર જનરલ ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે અંડમાન પર મોન્સૂનના આગમનની આગાહી સમયસર છે. કેરળમાં મોન્સૂનના આગમન માટે IMD 15 મે આસપાસ અલગ આગાહી જાહેર કરશે.

સામાન્ય તારીખ 1 જૂન છે. મોન્સૂન ઉત્તર તરફ આગળ વધતું જાય છે અને જુલાઈના મધ્ય સુધીમાં આખા દેશને આવરી લે છે. IMD એ એપ્રિલમાં આગાહી કરી હતી કે 2026માં દેશભરમાં મોન્સૂન વરસાદ સામાન્ય કરતાં ઓછો (92% ઔ5%) રહેવાની શક્યતા છે. એલ-નિનોની અસરને કારણે આ વર્ષે મોન્સૂન નબળો રહેવાની આશા છે.

IMD એ મંગળવારે બે નવી સેવાઓ શરૂૂ કરી છે. અઈં આધારિત મોન્સૂન અગાઉની આગાહી પ્રણાલી અને ઉત્તર પ્રદેશ માટે ઉચ્ચ રિઝોલ્યુશન વરસાદ આગાહી. આ સેવાઓ ખેડૂતોને વધુ સચોટ માહિતી આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *