સુરેન્દ્રનગરમાં શ્ર્વાનનો આતંક: 25થી વધુ લોકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર શહેરમાં રખડતાં ઢોર અને શ્વાનોનો ત્રાસ વધી રહ્યો હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ શ્વાનો કરડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોમવારે મહેતા…

સુરેન્દ્રનગર શહેરમાં રખડતાં ઢોર અને શ્વાનોનો ત્રાસ વધી રહ્યો હોવાની રાવ ઉઠી છે. તો બીજી તરફ શ્વાનો કરડવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સોમવારે મહેતા માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાન કરડવાથી 25થી વધુ લોકોને ગાંધી હોસ્પિટલમાં સારવાર લીધી હોવાની વિગતો બહાર આવી હતી.

વઢવાણના નવાદરવાજા બહાર, વાડી પ્લોટ, શિયાણીની પોળ, પાંજરાપોળ, ખારવાની પોળ, 60 તેમજ 80 ફૂટ રોડ, રતનપર, જોરાવર નગર, મહેતા માર્કેટ પતરાવાળી રહેણાંક વિસ્તારોમાં શ્વાનો કરડવાના બનાવો બને છે. ત્યારે સોમવારે મહેતા માર્કેટ સહિતના વિસ્તારોમાં શ્વાન કરડતા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સીડી એમ ઓ ડો.ચૈતન્યકુમાર પરમારે જણાવ્યું કે, શ્વાન કરડવાના કારણે ગાંધી હોસ્પિટલમાં 25થી વધુ લોકોની સારવાર કરાવી હતી.કૂતરું કરડ્યા પછીના પ્રથમ 15 મિનિટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં છે. એન્ટી-રેબીઝ વેક્સિનનો કૂતરૂૂ કરડ્યાના દિવસે જ પ્રથમ ડોઝ લેવો જોઈએ. સામાન્ય રીતે 4થી 5 ડોઝ અપાય છે.

બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી બચવા માટે ટિટેનસનું ઇન્જેક્શન લેવું જરૂૂરી છે. રેબીઝ ઇમ્યુનો ગ્લોબ્યુલિન જો કૂતરું ખૂબ જ ખરાબ રીતે કરડ્યું હોય અથવા લોહી નીકળતું હોય, તો ઘાની આસપાસ આ સ્પેશિયલ સીરમ મૂકવામાં આવે છે. જો કૂતરાના મોઢામાંથી લાળ ટપકતી હોય, તે વિચિત્ર રીતે દોડતું હોય કે વગર કારણે કરડતું હોય, તો તેને હડકાયું ગણી તાત્કાલિક સંપૂર્ણ સારવાર લેવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *