મોરબીમાં ગ્રીન ચોક વિસ્તારમાં આવેલા એક જાણીતા મંદિરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બનતા ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તસ્કરોએ દર્શન કરવાના બહાને મંદિરમાં પ્રવેશી પવિત્ર દાન પેટીને નિશાન બનાવી તેમાંથી રૂા.50 હજાર ચોરી ગયા હતા. મોરબી સામાકાંઠે અનુપમ સોસાયટીમાં રહેતા ઋષભભાઈ કિરણભાઈ પારેખે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 5 મે ના રોજ સાંજના સમયે ગ્રીન ચોક, નાગનાથ શેરીમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં આરોપી રુત્વિક ઉજેશભાઈ જોષી અને વરુણ મનસુખભાઈ ડોડીયાએ દર્શન કરવાના બહાને પ્રવેશ કર્યો હતો. આ શખ્સોએ મંદિરની દાન પેટીનું તાળું તોડી તેમાંથી અંદાજે રૂા.50,000 ની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગાર્ડ ઉપર હુમલો
ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલી એક નિર્માણાધીન સાઈટ પર રાત્રીના સમયે રૂૂમમાં ઘૂસી એક શખ્સે બે યુવકોને ઢીકાપાટુનો માર માર્યો હતો. આરોપીએ યુવકોને જાનથી મારી નાખવાની ધમકી આપી ખિસ્સામાં રહેલા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઘટનાની વિગતવાર માહિતી મુજબ, ટંકારામાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા અલ્ફાઝભાઈ બસીરભાઈ લધાણી અને તેમનો મિત્ર હિમાંશુ કલાણી બાંધકામ સાઈટ પરના રૂૂમમાં હાજર હતા. આ સમયે હાજીશા ઉર્ફે મુન્નો આતંક ફકીર નામના શખ્સે રૂૂમમાં પ્રવેશ કરી કોઈ કારણ વગર ગાળાગાળી શરૂૂ કરી હતી. આરોપીએ બંને મિત્રોને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને અલ્ફાઝભાઈના ખિસ્સામાંથી રૂા. 7000 ની રોકડ રકમ લૂંટી લીધી હતી. ટંકારા પોલીસે આ મામલે લૂંટ અને હુમલા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફેકટરીમાં આગ
મોરબી તાલુકાના ગાળા ગામના પાટિયા પાસે ફેક્ટરીમાં સવારના આગ લાગતા મોરબી ફાયરની બે ટીમો દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. મોરબી ફાયર કંટ્રોલરૂૂમમાં સવારે 10 : 55 વાગ્યે કોલ મળ્યો હતો કે ગાળા ગામના પાટિયા પાસે આવેલ ટી પ્લસ સજીક્લ્ર્સ ફેકટરીમાં કોઈ કારણોસર આગ લાગી છે જેથી મોરબી ફાયર ટીમ મીની ફાયર અને વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી ફાયરની બે ટીમોએ બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી આગ ક્યાં કારણોસર લાગી તે સ્પષ્ટ નથી તેમજ નુકશાનીનો આંક પણ હાલ મેળવી શકાયો નથી.
