ગોંડલના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યું

ગોંડલ નાં આશાપુરા ચોકડી પાસે આવેલાં રૈયારાજ નગરમાં યુવાન ને ગળાફાંસો ખાઇ મોત મીઠું કર્યુ હતુ.પત્નિ બાળકોને કપુરીયા પરામાં રહેતા સસરાનાં ઘરે મુકવા ગઈ ત્યારે…

ગોંડલ નાં આશાપુરા ચોકડી પાસે આવેલાં રૈયારાજ નગરમાં યુવાન ને ગળાફાંસો ખાઇ મોત મીઠું કર્યુ હતુ.પત્નિ બાળકોને કપુરીયા પરામાં રહેતા સસરાનાં ઘરે મુકવા ગઈ ત્યારે એકલા પડેલા યુવાને પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

પત્નિ બાળકોને મુકી ઘરે પરત ફરતા પતિને ગળાફાંસો ખાધેલી હાલત માં જોતા રાડ પડી ગઈ હતી.જેને પગલે પાડોશ નાં લોકો એકઠા થઈ ગયા હતા.બાદ માં યુવાન નાં મૃતદેહ ને સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.બનાવ અંગે બી’ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ રૈયારાજ નગર માં રહેતા વીરેન્દ્રસિહ કનુજી ડાભી ઉ.32 સવારે દશ નાં સુમારે પોતાનાં ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાધો હતો. વીરેન્દ્રસિંહ હજી ચાર પાંચ દિવસ થી રૈયારાજ નગર માં રહેવા આવ્યાં હતા.એ પહેલા કપુરીયા પરા માં તેમના પિતા કનુજી સાથે સંયુક્ત પરિવાર માં રહેતા હતા.

મૃતક આશાપુરા ચોકડી પાસે આવેલ એવરેસ્ટ ઓટો વિંગમાં નોકરી કરતા હતા. રૈયારાજ નગર માં તેમનુ મકાન હતું.ભાડુતે ખાલી કરતા અને નોકરી નું સ્થળ નજીક થતુ હોવાથી 7 વરસ ની દિકરી તથા 3 વર્ષ નાં દિકરા અને પત્નિ સાથે રૈયારાજ નગર માં રહેવા આવ્યાં હતાં.

સવારે તેમનાં પત્નિ બન્ને બાળકો ને તેના દાદાનાં ઘરે મુકવા ગયા હોય એકલા પડેલાં વીરેન્દ્રસિંહે આપઘાત કરી લીધો હતો.બનાવ ને પગલે પત્નિ, વૃધ્ધ માતા પિતા સહિત નો પરીવાર શોકમગ્ન બન્યો હતો.અને બન્ને માશુમ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.અગમ્ય કારણોસર બનેલી ઘટનાં અંગે બી’ડીવીઝન પોલીસ નાં બાવકુભાઇ ખાચરે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *