મોરબીમાં પ્રેમસંબંધની શંકામાં પરિણીતાની માતાને આત્મહત્યા કરવા મજબુર કરનાર છ સામે ગુન્હો નોંધાયો

સાતેક વર્ષ પહેલાનાં જૂના સંબંધને લઇ આરોપીઓએ ઘરમાં ઘુસી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના વાવડી રોડ પર રહેતી મુસ્લિમ પરિણીતાને આરોપી મહિલાના પતિ…

સાતેક વર્ષ પહેલાનાં જૂના સંબંધને લઇ આરોપીઓએ ઘરમાં ઘુસી આપી હતી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ પર રહેતી મુસ્લિમ પરિણીતાને આરોપી મહિલાના પતિ સાથે પ્રેમસંબંધનો ખોટો વહેમ રાખી મહિલાઓ સહિતના ઇસમોએ મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ગભરાઈ ગયેલી મહિલાની માતાએ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના વાવડી રોડ પર રહેતી મદીનાબેન આદીનાભાઈ ઇકબાલ બ્લોચે આરોપીઓ નઝમા સલીમ માણેક, નઝમાની બહેન નુરબાનું, નઝમાની નણંદ જીલીબેન, નઝમાની દેરાણી ભુરીબેન, નઝમાના સાસુ અને નઝમાના દિયર વલીયો દાઉદભાઈ એમ છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી છેલ્લા આઠેક વર્ષથી વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહે છે અને સામેના મકાનમાં સલીમ દાઉદ માણેક પરિવાર સાથે રહેતો હતો અને સાતેક વર્ષ પહેલા સલીમ સાથે પ્રેમ સંબંધ બંધાયેલ હતો જે છએક માસ ચાલ્યો અને પતિને ખબર પડી ગઈ હતી અને સલીમની પત્ની નઝમાને શક પડી ગયો હતો જેથી સંબંધ પૂરો કરી નાખ્યો હતો ફરિયાદી મદીનાબેન બ્યુટીપાર્લર ચલાવતા હોય બપોરે સલીમનો ફોન આવ્યો હતો અને હાલ ચાલ પૂછ્યા હતા જેથી તેને ફોન કરવાની ના પાડી ફોન કાપી નાખ્યો હતો.

બાદમાં દીકરી પાસે ફોન હતો અને ભૂલથી સલીમને ફોન લગાડી દીધો હતો સામે સલીમની ઘરવાળી નઝમાએ કહ્યું કેમ સલીમને ફોન કરે છે કહીને ફોન કાપી નાખ્યો હતો અને નઝમાએ તેના મોબાઈલમાંથી ફરિયાદીને ફોન કરી તું હજુ સલીમને બોલાવે છે કહેતા ભૂલથી ફોન લાગી ગયાનું ફરિયાદીએ જણાવ્યું હતું અને સલીમ સાથે કોઈ સંબંધ નહિ હોવાનું જણાવ્યું હતું જેથી નઝમાએ તું ક્યા છો હું ત્યાં આવું છું કહીને ફોન કાપી નાખ્યો હતો બપોરે ત્રણેક વાગ્યે ઘર બહાર સ્કોર્પીઓ ગાડીમાં નઝમા સહિતના આરોપીઓ આવ્યા હતા અને ઘરમાં આવી ગાળો બોલતા હતા મદીનાને ઘરની બહાર લઇ લો આજે તો તેને મારી નાખવી છે કહીને ઝપાઝપી કરવા લાગ્યા હત બધા કહેતા હતા આજે તો આને પતાવી જ દેવી છે જેથી ફરિયાદીના માતા અલીનાબેન અને પતિ વચ્ચે પડ્યા હતા અને ઝઘડો થતા આજુબાજુના પાડીશીઓ આવી જતા બધા ભાગી ગયા હતા જે બનાવ બાદ નઝમાએ ફોન કર્યો જે મમ્મીએ ઉપાડ્યો હતો અને કહ્યું કે તમે ઘર મુકીને જતા રહેજો નહીતર મદીનાને તો પતાવી જ દઈશ તમારા દીકરા સોયમને પણ પતાવી દઈશ તારું બ્યુટી પાર્લર ચાલવા નહિ દે તેવી ધમકી આપતા માતા ગભરાઈ ગયા હતા અને રૂૂમમાં પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો.

આમ સલીમની પત્ની નઝમાએ તેના પતિ સાથે પ્રેમ સંબંધનો ખોટો શક વહેમ રાખી ઘરે ગાડી લઈને આવી પતિની હાજરીમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને મમ્મીને મુંઢ માર મારી જતા રહ્યા હતા.
બાદમાં ફોન કરી ફરિયાદી અને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ગભરાઈ ગયેલા માતાએ આપઘાત કરી લીધો હતો મોરબી એ ડીવીઝન પોલીસે છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *