પૈસાની તંગી અને સંગઠનની નિષ્ક્રીયતાના કારણે કોંગ્રેસ હારી

પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરાજ્યનું કોંગ્રેસ દ્વારા પોસ્ટ મોર્ટમ, સૌરાષ્ટ્રઝોનની બેઠકમાં હોદ્દેદારોએ વ્યથા ઠાલવી ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા કારમા પરાજયના પોસ્ટ મોર્ટમ માટે…

પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પરાજ્યનું કોંગ્રેસ દ્વારા પોસ્ટ મોર્ટમ, સૌરાષ્ટ્રઝોનની બેઠકમાં હોદ્દેદારોએ વ્યથા ઠાલવી

ગુજરાતમાં પાલિકા-મહાપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા કારમા પરાજયના પોસ્ટ મોર્ટમ માટે આજે રાજકોટના સરકીટહાઉસ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ઋત્વિક મકવાણા, વિગેરેની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સૌરાષ્ટ્રના કુલ 17 શહેર-જિલ્લાના પ્રમુખો, પ્રભારી અને ઈન્ચાર્જ હાજર રહ્યા હતાં અને પાલિકા-મહાનગરપાલિકા તથા જિલ્લા તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો પરાજય કયા કયા કારણોસર થયો તેની એક બાદ એક શહેર-જિલ્લાની સમીક્ષા કરવામાં આવી હતી. મોટાભાગના શહેર-જિલ્લાઓમાં કોંગ્રેસના સંગઠન સાથે નાણાની તંગી, નેતાઓની નિષ્ક્રીયતા તેમજ અમુક અંશે ઉમેદવારોની પસંદગીને પરાજય માટે જવાબદાર ગણવામાં આવી હતી.

કોંગ્રેસનાં શહેર-જિલ્લા પ્રમુખોએ વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં પ્રદેશ કક્ષાએથી નાણાં સાહિત્ય તેમજ પ્રચાર સામગરીની ખુબ જ ઓછી સહાય મળી હતી અને પ્રચાર માટે કોઈ વ્યસ્થિત નેટવર્ક પણ પ્રદેશમાંથી ગોઠવાયું ન હતું. જેના કારણે પરિણામો ઉપર અસર થઈ છે. આ સમીક્ષા બેઠકમાં સવારે રાજકોટ સિટી, બોટાદ, ભાવનગર શહેર-જિલ્લો, પોરબંદર શહેર જિલ્લો અને જામનગર શહેર-જિલ્લાના પરિણામોની ચર્ચા થઈ હતી. જ્યારે બપોરબાદ દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, સુરેન્દ્રનગર શહેર-જિલ્લો, મોરબી શહેર-જિલ્લો અને રાજકોટ જિલ્લાના પરિણામોની સમીક્ષા થઈ હતી.

રાજકોટમાં દેખાવ સુધર્યો છતાં ધાર્યા પરિણામો મળ્યા નહીં
રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસના દેખાવની સમીક્ષા કરવામાં આવી હતી તેમાં રાજકોટનાં પ્રભારી જેનીબેન ઠુંમર તથા શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં બેઠકો 4 થી વધી 7 થઈ છે. પરંતુ ધારણા મુજબ પરિણામો આવ્યા નથી. તેની પાછળ સંગઠનમાં અમુક લોકોની નિષ્ક્રીયતા સહિતના કારણો જવાબદાર છે. તેમણે રજૂઆત કરી હતી કે, આગામી 2027ની ધારાસભાની ચૂંટણી માટે સંગઠનની ખામીઓ દૂર કરી બુથ સુધીના સંગઠનની નવરચના કરવી જરૂરી છે. ભુલો અને પરાજયો પાછળ મુકી નવી તૈયારી માટે સંગઠનમાં જોમ-જુસ્સો ભરવામાં આવે તે જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *