સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં બે GCAS હેલ્પ સેન્ટર શરુ

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી…

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ કોલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓના એડમિશન માટે બે GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવન તથા કોમ્પ્યુટર સેન્ટરમાં GCAS Help Center આજથી શરુ કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજોમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓને GCAS Portal માં ફોર્મ ભરવા કે અન્ય GCAS ની કામગીરીની પુરતી માહિતી મળી રહે અને કોઈ મુશ્કેલી હોય તો તેનું નિવારણ થાય એવા શુભ હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center શરુ કરવામાં આવેલ છે.દરેક વિદ્યાર્થીઓ જરુર જણાય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GCAS Help Center ની મુલાકાત લેવી. રજાના દિવસોમાં GCAS Help Center બંધ રહેશે જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

ગયા વર્ષે એડમિશન મેળવવામાં વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો અને પોર્ટલ પણ યોગ્ય રીતે કામ કરતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે આ વખતે નવા શૈક્ષણિક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે હાલ હેલ્પ સેન્ટર શરૂૂ કરવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ હાલ યુનિવર્સિટી દ્વારા ઉભી કરાઈ હોવાનું સતાધીશોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *