રાજકોટમાં 58 મોતના માચડાં, ગમે ત્યારે થઇ શકે ધબાય નમ:

અતિ ભયજનકની કેટેગરીમાં મુકાયેલા તમામ બાંધકામના આસામીઓને માત્ર નોટિસ આપી સંતોષ માનતી મનપા મનપાની બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એકબીજા ઉપર…

અતિ ભયજનકની કેટેગરીમાં મુકાયેલા તમામ બાંધકામના આસામીઓને માત્ર નોટિસ આપી સંતોષ માનતી મનપા

મનપાની બાંધકામ શાખા, ફાયર બ્રિગેડ અને ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા એકબીજા ઉપર નખાતી ખો, તંત્રની ગુનાઇત બેદરકારીના પાપે લોકોના જીવ ઉપર તોળાતું જોખમગુજરાત મિરર,
રાજકોટ,તા.7
રાજકોટ શહેરમાં 58 જેટલા મકાનો અતિ ભયગ્રસ્તની વ્યખ્યામાં મુકાયા છે. મહાપાલિકાના જ ચોપડે તેની સતાવાર નોંધ છે. પણ કમનસીબી એ છે કે, ચોમાસુ આવે એટલે મહાનગરપાલિકા પોતાની જવાબદારીમાંથી છટકી શકે એ માટે માત્રને માત્ર જે તે ભયગ્રસ્ત બાંધકામના ઉપભોકતા ભાડૂઆત અથવા તો મકાનમાલિકને નોટિસ આપવાનું નાટક ભજવી લે છે. અને એ પછી જેનુ જે થવુ હોય તે એમ માનીને ભગવાન ભરોસે મુકી દે છે.

આ વર્ષે પણ રાબેતામુજબ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂૂપે બાંધકામોનો સર્વ કરીને તેની યાદી તૈયાર કરી છે અને આવા તમામ બાંધકામના વપરાશકર્તાઓને ચોમાસા પહેલા રિપેરીંગ કરાવી લેવા નોટિસ ફટકારવાનું ચાલુ કરાયુ છે. જો કે ચોમાસુ આવે ત્યાંરે મનપાને ભયગ્રસ્ત બાંધકામો દેખાય અને પોતાની જવાબદારીમાંથી છટકવા માટે નોટિસ આપી માત્ર કાગળકીય કાર્યવાહી જ કરે છે. બાંધકામ રિપેર થાય તેવી ફરજ પાડતા કોઇ નક્કર અને કડક પગલાં લેવાતા નથી અને તેનો ભોગ નિર્દોષ રાહદારીઓને બનવુ પડે છે.

માલિક-ભાડુઆત વચ્ચેના કાનૂની વિવાદમાં અન્યોના જીવ જોખમમાં
ભયગ્રસ્ત બાંધકામોના કિસ્સામાં મોટાભાગે વપરાશકર્તામાં ભાડૂઆત છે. કબજા અંગે કોર્ટમાં કેસ ચાલુ છે. ભાડૂઆત કબજો ખાલી કરતા નથી અને મકાનમાલિક એવુ ઇચ્છે છે કે, બાંધકામ પડી જાય તો કમસેકમ જમીનની માલિકી તો મળી જાય. બીજીબાજુ ભાડૂઆત એમ માને છે કે, કેસ હારી જાય તો રિપેરિંગ કરાવવાનો ખર્ચ માથે પડે. આમ મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચેના કાનૂની વિવાદમાં અન્યોના જીવ જોખમમાં રહે છે.

2018માં 97 અતિ ભયગ્રસ્ત મકાનો હતા, 8 વર્ષ પછી હજુ પણ 58 મોતના માચડા યથાવત
2014માં બે દિવસમાં એકધારો 48 ઇંચ વરસાદ પડ્યો અને જે જનામાલને નુકસાન ગયુ હતુ ત્યાંરે સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મહાપાલિકાએ સાથે મળીને ચોમાસામાં ધસી પડે તેવા ભયગ્રસ્ત બાંધકામોનો સર્વે કરીને ફોટા સાથે તેની યાદી તૈયાર કરી હતી. બાદમાં આ તમામ બાંધકામના વપરાશકર્તાઓને રિપેરિંગ કરાવી લેવા તાકીદ કરવામા આવી હતી. એ વખતે આવા 97 જેટલા બાંધકામો હોવાની યાદી તૈયાર થઇ હતી. આજે 6 વર્ષ પછી પણ તેમા નોંધપાત્ર કોઇ ઘટાડો થયો નથી. હજુ પણ 58 જેટલા અતિભયગ્રસ્ત મકાનો છે.

2014માં ગીચ એવા સોનીબજારમાં 5 બંગાળી કારીગર કાટમાળ હેઠળ દટાયા હતા
2014માં 24 કલાકમાં જ 48 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો ત્યાંરે શહેરના સોનીબજારમાં એક જર્જરિત મકાન આખુ ધરાશાયી થઇ ગયુ અને અને તેમા બંગાળી કારીગર સહિત પાંચ વ્યક્તિ દટાઇ હતી. તેમાથી એકનું મૃત્યુ નિપજ્યુ હતું. જૂના રાજકોટમાં ખાસ કરીને સોનીબજાર વિસ્તારમાં તો એવી અનેક શેરી-ગલીઓ છે કે જ્યા ફાયર ફાયટર પણ જઇ શકે તેમ નથી. આવા વિસ્તારોમાં જ મોટાભાગના ભયગ્રસ્ત મકાનો છે.

ખુદ મનપાએ ભાડે આપી હોય એ સહિત આ 44 મિલકતની સ્ટ્રકચર ચકાસણી થશે
ગોવિંદબાગ શાકમાર્કેગ, હુકડો શાકમાર્કેટ, આજી ડેમ પાસે આવેલા મનપાના સ્ટાફ ક્વાર્ટર, રણછોડનગરમાં પ્રા.શાળાની બાજુમાં માધ્યમિક શાળાનું મકાન, સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત નવા થોરાળાનું બાલ મંદિર, કોઠારિયા રોડ ક્ધયા શાળા(મારૂૂતિનગર મેઇન રોડ), અટલબિહારી ઓડીટોરિયમ હોલ, કાંતભાઇ વૈદ્ય કોમ્યુનિટી હોલ, પંડિત દિનદયાળ કોમ્યુનિટી હોલ, સંત શ્રી વેલનાથ કોમ્યુનિટી હોલ, ભક્તિનગરમાં લોહાનગર પાસે આવેલા પી.ટી.સી. ક્વાર્ટર, એકનાથ રાનડે ડાક બંગલા, સોરઠિયાવાડી પાસે આવેલી શેઠ હાઇસ્કુલ, મહારાણી લક્ષ્મીબાઇ ક્ધયા વિદ્યાલય, આનંદનગર કોલોનીમાં આવેલી વિર સાવરકર શાળા, ગેલેકસી સિનેમા સામેનું શોપિંગ સેન્ટર, જયુબિલીમાં મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર, ડાક બંગલા, કોઠારિયા નાકા પાસે આવેલા કમલા નહેરુ શોપિંગ સેન્ટર, ત્રિકોણબાગ પાસે સુગર હાઉસ, સદરબજારમાં હરિસિંહ શોપિંગ સેન્ટર, એકલવ્ય કોમ્યુનિટી હોલ, અવંતિબાઇ લોધી કોમ્યુનિટી હોલ, વસંતરાય ગજેન્દ્ર ગઢકર કોમ્યુનિટી હોલ, પ્રતાપભાઇ ડોડિયા કોમ્યુનિટી હોલ, મનસુખભાઇ ઉંધાડ કોમ્યુનિટી હોલ, રમેશ પારેખ રંગદર્શન(રેસકોર્સ), ડો.આંબેડકર કોમ્યુનિટી હોલ, રતનસિંહ દહિંયા શાક માર્કેટ(વિજય પ્લોટ), ચુનારાવાડ મેઇન રોડ પર કુરજીભાઇ વેકરિયા શાકમાર્કેટ, નાના મવા ચોકમાં પંજાબ નેશનલ બેંકને ભાડે અપાયેલી ઇમારત, નાનજીભાઇ કોમ્યુનિટી હોલ, અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ, અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ અને નવલસિંહ ભટ્ટી કોમ્યુનિટી હોલના સ્ટ્રક્ચરની ચકાસણી કરવા આદેશ થયો છે.

આટલા વિસ્તારોમાં સૌથી વધુ ભયગ્રસ્ત બાંધકામો
લોહાણાપરા,
રામજી મંદિર પાસે
ગઢની રાંગ પાસે
સોનીબજાર
દરબારગઢ
રામનાથપરા
ચુનારાવાડ
હાથીખાના
કરણપરા
બેડીનાકા
આજી નદી કાંઠે
કૈસરે હિન્દ પુલ પાસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *