ઇન્ડોનેશિયામાં બસ અને ઓઇલ ટેન્કર અથડાતાં 16 જીવતા ભુંજાયા

ચાર લોકો ઘવાયા, મૃતકો વધવાની આશંકા ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ગઇકાલે બપોરે એક પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 16…

ચાર લોકો ઘવાયા, મૃતકો વધવાની આશંકા

ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર ગઇકાલે બપોરે એક પેસેન્જર બસ અને ઓઇલ ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. દક્ષિણ સુમાત્રા પ્રાંતના નોર્થ મુસી રાવસમાં ટ્રાન્સ-સુમાત્રા હાઈવે પર આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, લુબુકલિંગગાઉથી જામ્બી જતી બસમાં અચાનક તણખલા ઝરતા ડ્રાઈવરે સાવચેતી રૂૂપે બસ જમણી બાજુ વાળી હતી, ત્યારે સામેથી આવતા પૂરપાટ ઝડપે ઓઇલ ટેન્કર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી.

ટક્કરને કારણે બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બંને વાહનોના ડ્રાઈવર અને મુસાફરો સહિત 16 લોકો જીવતા ભુંજાયા હતા. બચાવકર્મીઓએ કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *