જામનગરમાં આર્થિક ટેન્શનમાં સોની વેપારીનો આપઘાત

જામનગર શહેરમાં દેવાના તણાવને કારણે એક સોની વેપારીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરવામાં આવી…

જામનગર શહેરમાં દેવાના તણાવને કારણે એક સોની વેપારીએ આત્મહત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મૃત્યુ નોંધ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ તા. 05/05/2026ના રોજ બપોરે આશરે 1:30 કલાકે શહેરના નીલકંઠ પાર્ક, શેરી નં. 3, પ્લોટ નં. 12 ખાતે રહેતા અને બેડી બંદર રોડ પર ઇમિટેશન જ્વેલરી ની દુકાન ચલાવતા સોની વેપારી કીર્તિકુમાર જીવાભાઈ વાયા (ઉંમર 56 વર્ષ)એ પોતાના રહેણાંક મકાનમાં ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામ્યા હતા.

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મરણજનારને કેટલાક લોકોને રૂૂપિયા આપવાના તથા કેટલાક પાસેથી લેવા બાકી હોવાથી આર્થિક તણાવમાં આવી તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મૃતકના પત્ની દક્ષાબેન કીર્તિકુમાર વાયા (ઉંમર 45 વર્ષ, રહે: નીલકંઠ પાર્ક, શેરી નં. 3, પ્લોટ નં. 12, જામનગર) દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવી છે. જે મામલે સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *