પ્રથમ તબક્કામાં 22.57 લાખના ટાર્ગેટ સામે લાગ્યા માત્ર 6 લાખ મીટર, માત્ર 25 ટકા જ કામગીરી
રાજકોટ ગ્રામ્યથી જૂનાગઢ સુધી 33.11 લાખ મીટર લગાડવા માટેનો બીજો તબક્કો 3 માસથી શરૂ, લાગ્યા માત્ર 4 હજાર
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી સ્માર્ટ મીટરને લઈને હોબાળો થઈ રહ્યો હતો. લોકોએ પ્રિ-પેઇડ રિચાર્જ સિસ્ટમને લઈને સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. પરંતુ વિભાગના અધિકારીઓ નું માનવું છે કે બંને મીટરમાં કોઈ તફાવત નથી અને તેઓ એક સમાન જ કામ કરે છે. હાલના મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે તેથી તમામ વિગતો મોબાઇલ પર ગ્રાહકો મેળવી શકશે. બીજી સૌથી મોટી વાત જે સામે આવી છે તે એ જ છે કે પહેલા ગ્રાહકોને હતું કે તેઓ સ્માર્ટ મીટર નહીં લગાવે તો પણ ચાલશે પરંતુ સરકારનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે. આ મિસ કોમ્યુનિકેશનના પગલે જે ટાર્ગેટ રાજકોટમાં પીજીવીસીએલ ને આપવામાં આવ્યો હતો તેમાં વિભાગ ઘણા ખરા હશે તે લક્ષ્યાંકને પહોંચવામાં નિષ્ફળ નીવડ્યું છે. એટલું જ નહીં જે જાગૃતતા કેળવવામાં આવી જોઈએ તે પણ લોકોમાં કેળવાય નથી પરિણામ સ્વરૂપે લોકો આ સ્માર્ટ મીટર લગાવવાથી ડરી રહ્યા છે. હાલ જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર માંથી અત્યારે કોઈ જોર જબરદસ્તી ન કરવા માટેની સૂચના આપવામાં આવેલી છે પરિણામ સ્વરૂપે હાલ વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી પરંતુ ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જ્યારે સરકાર થી કડક સૂચના આવશે ત્યારે જે ગ્રાહકોએ મીટર નહિ લગાવ્યા હોય તેઓએ લગાડવા પડશે.
હાલ જે વિગત મળી રહી છે તેમાં રાજકોટ શહેરને ફેઝ વનમાં આવરી લેવામાં આવ્યું જેમાં 22.57 લાખ મીટર લગાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો આજ દિન સુધીમાં વિભાગ માત્ર 6 લાખ મીટર જ લગાવી શક્યું છે જેનો અંદાજ એ છે કે જે જાગૃતતા લોકોમાં હોવી જોઈએ તે જોવા મળતી નથી ત્યારે સરકારે બીજા ફેસની પણ જાહેરાત કરી દીધી છે જેમાં જુનાગઢ અને રાજકોટ ગ્રામ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે માટે 33.11 લાખ મીટર લગાડવાના નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે કામગીરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો હોવાનું પીજીવીસીએલના જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે. ત્યારે બીજો તબક્કો પણ શરૂ થઈ ચૂક્યો છે અને છ લાખ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રિ-પેઇડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. તેના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઇલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે.’ બીજી તરફ લોકોમાં જે સ્માર્ટ મીટરને લઈને પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેના નિવારણ માટે સ્માર્ટ મીટરની સાથોસાથ નોર્મલ મીટર પણ મૂકવાની સુવિધા હાલ વિભાગ પુરી પાડી રહ્યું છે. હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ પીજીવીસીએલને બાદ કરતાં યુજીવીસીએલ માં 10 થી 12 લાખ મીટર લાગી ગયા હોવાની પણ માહિતી મળી રહી છે ત્યારે આ કામગીરીમાં રાજકોટ ઘણું પાછળ છે. વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તે કંપનીમાં તો ટેસ્ટ થાય જ છે પરંતુ વિભાગની હાઈટેક લેબોરેટરી અને દરેક સેમ્પલ અને દરેક મીટરની ટેસ્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ જ ઇન્સ્ટોલેશન કાર્ય હાથ ધરવામાં આવતું હોય છે.
બીજી તરફ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ લોકોમાં એક એ પણ ગેરમાન્યતા છે કે સ્માર્ટ મીટર પ્રિપેડ છે પરંતુ જો ગ્રાહક પ્રિપેડ મીટર લગાવવા ન માંગતું હોય તો પણ કોઈ પ્રશ્ન નથી તેઓ સામાન્ય સ્માર્ટ મીટર લગાવી શકે છે. અને પહેલા જે બે મહિને બિલ આવતા રહેણાંકમાં તે હવે દર મહિને કરવાનો નિર્ણય પણ લેવાયો છે સાથોસાથ ગ્રાહકો માટે પ્રીપેડ સ્માર્ટ મીટર મૂકવામાં આવે તો તેઓને બે ટકા રિબેટ પણ મળે છે. અને બપોરે 11 થી ત્રણ વાગ્યા સુધીના વપરાશ પર 60 પૈસા ની છૂટ પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે જે પ્રોત્સાહન સ્વરૂપે છે. હાલ જે વિગતો મળી રહી છે તે મુજબ લોકોને જે યોગ્ય અને પૂર્તિ માહિતી મળવી જોઈએ તે મળી શકી નથી અને પરિણામ સ્વરૂપે તેઓ સ્માર્ટ મીટર લગાવવાથી ડરી રહ્યા છે પરંતુ તે તેમનો માત્ર ભ્રમ જ છે.
આશ્ચર્યની વાત તો એ છે કે પ્રથમ તબક્કાની કામગીરી અપારવા કંપનીને સોંપવામાં આવી હતી જેનું કાર્ય માત્ર રાજકોટ સિટીમાં જ સ્માર્ટ મીટર લગાવવાનું હતું ત્યારે બીજા તબક્કામાં કે જેમાં રાજકોટ ગ્રામ્ય થી જુનાગઢ સુધીનો વિસ્તાર આવરી લેવાનું છે તે કામ ભારત ગ્રીડને સોંપવામાં આવ્યું છે જે આગામી એક સપ્તાહની અંદર શરૂ થઈ જશે. હાલ તંત્ર માટે જો કોઈ માથાનો દુખાવો હોય તો તે એ જ છે કે રાજકોટ શહેરમાં છે 6 લાખ સ્માર્ટ મીટર લાગી શક્યા છે . હાલ સરકાર દ્વારા વીજ ગ્રાહકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન કરવા અને તેમના ઈચ્છા મુજબ મીટર લગાવવા નીચે વાત કરવામાં આવી છે તેનાથી લક્ષ્યાંક સુધી પહોંચવું અધિકારીઓ માટે પણ કપડા ચડાણ સમાન સાબિત થઈ રહ્યું છે.
PGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે. મહત્વની વાત એ છે કે સ્માર્ટ મીટર ફરજિયાત નથી કે સ્માર્ટ મીટર ફરજિયાત છે આ વાતથી અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.છતાં વેપારીઓની જાણ અને સંમતિ વિના મીટર લગાવવામાં આવતા PGVCL સામે અનેક સવાલો ઊભા થયા છે, હવે વેપારીઓ દ્વારા કરવામાં આવેલી જુના મીટર ફરી લગાવવાની માંગ સામે PGVCL શું પગલાં લે છે તે જોવું મહત્વનું રહેશે. અગાઉ પણ રાજકોટ શહેરમાં અનેક એવી ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં પીજીવીસીએલ દ્વારા પરાણે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હોય જે અંગે પૂહાપો પણ થયો હતો પરંતુ આજ દિન સુધી સાચી માહિતી લોકો સુધી પહોંચવી જોઈએ તે પહોંચી નથી તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
તંત્રની ઉદાસીનતા કે લોકોમાં જાગૃતિનો અભાવ
સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે લક્ષ્યાંક સરકાર દ્વારા આપવામાં આવેલો તેમાં રાજકોટ યુનિટ ઘણું પાછળ છે તેમાં તંત્રની નબળી કામગીરી કારણભૂત કે લોકોમાં જાગૃતિનો અભાવ છે તે કારણભૂત આ અંગે વિસ્તૃત તપાસ થાય તે ખૂબ જરૂૂરી છે જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર ક્યાંકને ક્યાંક વિભાગની કામગીરીના પ્રશ્ન પણ લોકોમાં સ્માર્ટ મીટર ને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે જરૂૂરી એ છે કે યોગ્ય માહિતી અને માર્ગદર્શન લોકોને પૂરું પાડવામાં આવે જેથી તેઓ પણ યોગ્ય દિશામાં વિચાર કરી શકે જો સ્માર્ટ મીટર ફરજિયાત જ હોય તો આજ નહીં તો કાલ લોકોએ તેને લગાડવા જ પડશે તો યોગ્ય માર્ગદર્શન આપીને આ કામગીરી કેમ કરવામાં ન આવે તે અંગે પણ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
તંત્રની ઉદાસીનતા કે લોકોમાં જાગૃતિનો અભાવ
સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે લક્ષ્યાંક સરકાર દ્વારા આપવામાં આવેલો તેમાં રાજકોટ યુનિટ ઘણું પાછળ છે તેમાં તંત્રની નબળી કામગીરી કારણભૂત કે લોકોમાં જાગૃતિનો અભાવ છે તે કારણભૂત આ અંગે વિસ્તૃત તપાસ થાય તે ખૂબ જરૂૂરી છે જાણકાર વર્તુળોના જણાવ્યા અનુસાર ક્યાંકને ક્યાંક વિભાગની કામગીરીના પ્રશ્ન પણ લોકોમાં સ્માર્ટ મીટર ને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે જરૂૂરી એ છે કે યોગ્ય માહિતી અને માર્ગદર્શન લોકોને પૂરું પાડવામાં આવે જેથી તેઓ પણ યોગ્ય દિશામાં વિચાર કરી શકે જો સ્માર્ટ મીટર ફરજિયાત જ હોય તો આજ નહીં તો કાલ લોકોએ તેને લગાડવા જ પડશે તો યોગ્ય માર્ગદર્શન આપીને આ કામગીરી કેમ કરવામાં ન આવે તે અંગે પણ અનેકવિધ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
