કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો ઉપાડો : યુવાનનું મોત

હલેન્ડા ગામની ઘટના; કૂવો ખોદવાની મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકને કાળ ખેંચી ગયો રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે…

હલેન્ડા ગામની ઘટના; કૂવો ખોદવાની મજૂરી કામ અર્થે આવેલા શ્રમિકને કાળ ખેંચી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ કાળઝાળ ગરમી વચ્ચે પણ હાર્ટએટેકનો ઉપાડો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે શહેરની ભાગોળે આવેલા હલેન્ડા ગામે કુવો ખોદવા આવેલા રાજસ્થાની યુવકનું હૃદય બેસી જતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાબાના હલેન્ડા ગામે રહેતાં સુરેશભાઈની વાડીએ મજુરી કામ કરતાં મનોહરસિંહ સુખપાલસિંહ રાવત નામનો 35 વર્ષનો યુવાન બપોરના ચારેક વાગ્યાના અરસામાં વાડીએ હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયો હતો. યુવકનું તાત્કાલીક સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોતિ નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ રાજસ્થાનનો વતની હતો અને છેલ્લા દોઢ મહિનાથી સુરેશભાઈની વાડીએ કૂવો ખોદવા આવ્યો હતો. મૃતક યુવાન ચાર ભાઈ બે બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં ત્રણ દિકરા અને એક દીકરી છે. યુવાનનું હાર્ટએટેકથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *