મોદી તા.10 કે 11 જામનગરમાં કરી શકે છે રાત્રી રોકાણ, તૈયારીનો ધમધમાટ

ભારતના વડાપ્રધાનના આવનારા 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ…

ભારતના વડાપ્રધાનના આવનારા 10 અને 11મી તારીખે ગુજરાત પ્રવાસની સંભાવનાઓ વચ્ચે જામનગર શહેરમાં તંત્ર હલચલમાં આવી ગયું છે. વડાપ્રધાનનું જામનગરના લાલબંગ્લા સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક કામગીરી શરૂૂ કરી છે.
માહિતી મુજબ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની જુદી જુદી બે ટુકડીઓને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

આ ટુકડીઓ દ્વારા જામનગર એરપોર્ટથી લાલબંગ્લા સર્કિટ હાઉસ સુધી તેમજ એરફોર્સ સ્ટેશનથી સર્કિટ હાઉસ સુધીના મહત્વના રૂૂટ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ રૂૂટ પર આવેલા રેકડી-પથારા, લારીઓ, તેમજ અન્ય કોઈપણ પ્રકારના રસ્તા પરના દબાણોને તાત્કાલિક દૂર કરવા માટે વેપારીઓ અને રેકડીધારકોને મૌખિક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે સાથે માર્ગ પર આવેલા હોર્ડિંગ્સ અને બિનઅધિકૃત બોર્ડ્સને પણ દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું છે કે આવતીકાલથી આગામી પાંચ દિવસ સુધી બંને રૂૂટ પર વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. માર્ગોને સંપૂર્ણપણે દબાણમુક્ત અને સ્વચ્છ રાખવા માટે સતત દેખરેખ રાખવામાં આવશે. આ કામગીરી માટે એસ્ટેટ વિભાગની ટીમો સતત મેદાનમાં રહી કામગીરી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *