સાયબર ઠગો સામે ‘ઓપરેશન મ્યુલ હન્ટ પાર્ટ-2’

રાજકોટ-ભાવનગરની બેંકોમાં સાયબર ટેકનિક સ્ટ્રાઇક સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સાયબર માફિયાઓની કાર્યપદ્ધતિ પારખીને તેમની કમર તોડવાની કામગીરી શરૂૂ કરી છે. મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા…

રાજકોટ-ભાવનગરની બેંકોમાં સાયબર ટેકનિક સ્ટ્રાઇક

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે સાયબર માફિયાઓની કાર્યપદ્ધતિ પારખીને તેમની કમર તોડવાની કામગીરી શરૂૂ કરી છે. મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડનારાઓ તથા તેનો ઉપયોગ કરનારાઓ પર ’સર્જિકલ સ્ટ્રાઈક’ની જેમ જ ’સાયબર ટેકનિકલ સ્ટ્રાઈક’ આરંભી દેવામાં આવી છે. પોલીસ તપાસમાં એવી વિગતો મળી છે કે, મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું મુખ્ય કેન્દ્ર મોટાભાગે રાજકોટ અને ભાવનગર છે.

તપાસ એજન્સીનું દૃઢપણે માનવું છે કે, આવા એકાઉન્ટ મેળવવા માટે આ બંને જિલ્લામાં આવેલી કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓની સીધી અથવા આડકતરી સંડોવણી હોઈ શકે છે.

દેશ અને રાજ્યની આર્થિક સ્થિતિને ઉધઈની જેમ નુકસાન પહોંચાડતા સાયબર માફિયાઓને પરાસ્ત કરવા માટે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ’ઓપરેશન મ્યુલ હન્ટ-01’ બાદ હવે ’ઓપરેશન મ્યુલ હન્ટ-02’ શરૂૂ કરાયું છે. એજન્સીની તપાસમાં એ નવી વિગત પ્રગટ થઈ છે કે સૌરાષ્ટ્રના બે જિલ્લા, રાજકોટ અને ભાવનગરમાંથી મ્યુલ બેંક એકાઉન્ટ પૂરા પાડનારા અને તેના વપરાશકર્તાઓની સંખ્યા વધુ છે. સાયબર ગુનાની વિવિધ જાળમાં ફસાઈ જનાર વ્યક્તિ પોતાની મૂડી એક ક્લિકમાં ગુમાવી દેતી હોય છે અને અંતે બદનામીના ડરથી ફરિયાદ કરવાનું ટાળે છે. આ કારણોસર સાયબર માફિયાઓને ગુનો આચરવામાં સરળતા રહે છે. સાયબર ઠગાઈનો ભોગ બનેલી વ્યક્તિના લાખો-કરોડો રૂૂપિયા આવા જ મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે ગુનેગારો સુધી પહોંચતા હોય છે.

પોલીસે આવા એકાઉન્ટ ધારકો પર કાર્યવાહી શરૂૂ કરતા જણાયું છે કે, નજીવી રકમની લાલચમાં રાજકોટ અને ભાવનગરની કેટલીક ખાનગી બેંકોના કર્મચારીઓ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલી આપવાનું કામ કરવા લાગ્યા છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે આવા બેંક કર્મચારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને તેમને જેલ ભેગા કર્યા છે. તેમ છતાં હજુ પણ રાજકોટ અને ભાવનગરમાં છુપા સ્વરૂૂપે આવા કર્મચારીઓ આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે. પોલીસ આવા તમામ છુપાયેલા ગુનેગારોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. કોઈપણ સાયબર ગુનામાં જ્યારે નાણાકીય લેવડ-દેવડની વાત આવે, ત્યારે મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે જ નાણાની હેરફેર થતી હોવાની હકીકત સ્પષ્ટ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *