જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના માવના ગામની સીમ વિસ્તારમાં આવેલ ડેમી નદીમાં એક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માલધારી પ્રૌઢનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. જયારે અન્ય બનાવમાં જીજી હોસ્પીટલમાનથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો.
મળતી માહિતી મુજબ જુના માવનુ ગામના રહેવાસી અરજણભાઈ પુનાભાઈ લાંબરીયા (ઉંમર અંદાજે 54 વર્ષ) તા. 02 મેના રોજ સવારના સમયે ડેમી નદી ખાતે ન્હાવા માટે ગયેલ હતા. તે દરમિયાન અચાનક પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયું હતું.
આ અંગે તેમના પુત્ર રાજેશભાઈ લાંબરીયા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં જોડિયા પોલીસ સ્ટેશનમાં અમોત નોંધ દાખલ કરવામાં આવી છે, અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આ બનાવને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
જામનગરમાં મૃતદેહ મળ્યો
જામનગર શહેરમાં આવેલ સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ તા. 02/05/2026 ના રોજ બપોરે આશરે 15:45 વાગ્યા પહેલા કોઈપણ સમયે હોસ્પિટલના મુતરડી પાસે આશરે 50 વર્ષના અજાણ્યા પુરુષ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા.
ઘટનાની જાણ થતાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા તેમને કોઈપણ પ્રકારની બીમારીના કારણે મૃત્યુ થયેલ હોવાનું જાહેર કર્યું હતું. આ અંગે હિતેશગીરી લાલગીરી ગોસાઈ (ઉંમર 42 વર્ષ, સામાજિક કાર્યકર, રહે. ગાંધીનગર બ્લોક નં. ઈ-24, જામનગર) દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના આધારે જામ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમોત નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી. કેશવાલા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકની ઓળખ મેળવવા માટે પોલીસ દ્વારા પ્રયાસો ચાલુ છે.
