પેન્શનરો ઘરબેઠાં મેળવી શકશે ડિજિટલ જીવન પ્રમાણપત્ર: રાજકોટ જિલ્લામાં ‘સરકાર પેન્શનરને દ્વાર’

ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ્લાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક…

ગુજરાત સરકારના નાણા વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક વચ્ચે થયેલા મહત્વપૂર્ણ સમજૂતી કરાર મુજબ, હવે રાજકોટ જિલ્લાના પેન્શનરોએ પોતાની હયાતીની ખરાઈ કરાવવા માટે બેંક સુધી જવાની જરૂૂર રહેશે નહીં. “સરકાર પેન્શનરને દ્વાર” અભિગમ હેઠળ પેન્શનરોને ઘરેબેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર આપવાની સુવિધા શરૂૂ કરવામાં આવી છે.
આ સુવિધા હેઠળ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત “જીવન પ્રમાણ” એપ્લિકેશનના માધ્યમથી પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો પેન્શનરોના ઘરે રૂૂબરૂૂ મુલાકાત લેશે. આગામી તા. 02/05/2026 થી 31/07/2026 સુધી આ કામગીરી કરવામાં આવશે. આ પ્રક્રિયા માટે પેન્શનરે પોતાનો આધાર નંબર, મોબાઈલ નંબર અને પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર જેવી પ્રાથમિક વિગતો આપવાની રહેશે.
ડિજિટલ બાયોમેટ્રિક પ્રમાણિત પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરના મોબાઈલ નંબર પર એસ.એમ.એસ. દ્વારા એક ’પ્રમાણ આઈડી’ મોકલવામાં આવશે, જેના આધારે તેઓ જીવન પ્રમાણની વેબસાઈટ https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. આ પ્રક્રિયાથી ડિજિટલ નકલ ગણતરીની મિનિટોમાં જ પેન્શન ઓફિસ સુધી પણ પહોંચી જશે.
રાજકોટ જિલ્લાના અંદાજે 30 હજારથી વધુ પેન્શનરોને આ નવી વ્યવસ્થાનો સીધો લાભ મળશે, તેમ પેન્શન ચુકવણા અધિકારીશ્રી પી.એમ. જાડેજાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *