મધ્યપ્રદેશમાં વાન-સ્કોર્પિયો વચ્ચે ભીષણ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત, 15 ગંભીર

મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ…

મુખ્યમંત્રી યાદવે 4-4 લાખ મૃતકોના પરિવારને આશ્ર્વાસન જાહેર કર્યું: 9 બાલિકાઓનો મૃતકોમાં સમાવેશ

ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર ચીકલિયા ફાટા પાસે સર્જાયો ભીષણ અકસ્માતમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલોમાં દોડધામ મચી હતી. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તીરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈન્દોર-અમદાવાદ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ચીકલિયા ફાટા પાસે મજૂરોથી ભરેલી પિકઅપ વાન અને સ્કોર્પિયો ગાડી વચ્ચે સર્જાયેલી જોરદાર ભીડંતમાં 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

પ્રાથમિક માહિતી અનુસાર, પિકઅપ વાહનમાં અંદાજે 30 થી 35 જેટલા મજૂરો સવાર હતા જેઓ અમઝેરા તરફ જઈ રહ્યા હતા. રાત્રે લગભગ 8:15 થી 8:20 વાગ્યાની આસપાસ પિકઅપ ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવતા તે સામેથી આવતી સ્કોર્પિયો સાથે અથડાઈ પડી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે પિકઅપ પલટી ગઈ હતી અને મજૂરો ગાડી નીચે દબાઈ ગયા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂૂ કરી દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધાર જિલ્લા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ઘાયલો પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ 15 લોકોને વધુ સારવાર માટે ઈન્દોર રિફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં 9 બાળકીઓ અને મહિલાઓ તેમજ 5 પુરુષોનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 1-1 લાખ રૂૂપિયા અને અન્ય ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. વધુમાં, તેમણે ઈન્દોર સંભાગયુક્ત અને આઈજીને ધાર પહોંચવા અને તમામ ઈજાગ્રસ્તોને મફત અને યોગ્ય સારવાર મળી રહે તેની વ્યવસ્થા કરવા સૂચના આપી છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *