અકસ્માત કેસમાં ટ્રક ચાલકનાં પરિવારનું 54.42 લાખનું વળતર મંજૂર

મહુવા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂા.45,42,665 વળતર ચુકવવા હુકમ…

મહુવા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા ચાલકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત વળતરનાં કેસમાં મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મૃતકના વારસદારોને રૂા.45,42,665 વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.
આ કેસની હકિકત મુજબ મુળ મહુવા ગામનાં વતની અને ડ્રાઇવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા ફારૂકભાઈ સુલેમાનભાઈ કલાણીયા ગત તા.19/12/2023 નાં રોજ ટ્રક લઈ જઈ રહ્યા હતા. ત્યારે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક પલ્ટી ગયો હતો.

જે અકસ્માતમાં ટ્રક ચાલક ફારૂૂકભાઈ કલાણીયાનું મોત નીપજ્યું હતું. જેથી મૃતકના પત્ની, સગીર પુત્રો અને માતા-પીતા દ્વારા પોતાના વકીલ મારફત રાજકોટની મોટર એકસીડન્ટ ટ્રીબ્યુનલમાં ટ્રકનાં માલીક ધીરૂૂભાઇ નાગજીભાઈ ડાભી અને વીમા કંપની સામે મોટર વ્હીકલ એકટની કલમ-166 હેઠળ વળતર મેળવાની અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલવા ઉપર આવતા મૃતકનાં વારસદારો અને વીમા કંપની તરફે પુરાવા અને દલીલો રજુ કરવામાં આવેલ. જેમા વીમા કંપનીએ પોતાની વાંધા લીધેલ કે અકસ્માત મૃતકની બેદરકારીનાં કારણે બનેલ છે તેમજ મૃતક બનાવ સમયે ટ્રકનાં પેઈડ ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા કે કેમ તેવો પુરાવો રજુ થયેલ નથી. મૃતક દ્વારા વીમા પોલીસીની શરતનો ભંગ થયેલ છે વીગેરે જેવી દલીલો કરી અરજદારની અરજી રદ કરવા રજુઆત કરી હતી.

જેની સામે મૃતકનાં વારસદારોના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે મૃતક ટ્રકનાં માલીકને ત્યાં નોકરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા હતા. ટ્રકની પોલીસી ધ્યાને લેતા પોલીસીમાં પેઈડ ડ્રાઈવર તરીકેની પ્રીમીયમ માલીક દ્વારા લેવામાં આવેલ છે. તેમજ મૃતકનું ડ્રાઈવીંગ લાયસન્સ રજુ કરવામાં આવેલ અને ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓ રજુ કરી મૃતકનાં વારસદારોને કાયદા મુજબ મળવાપાત્ર થતી રકમ અપાવવા રજુઆત કરેલ જે તમામ હકીકતો અને રેકર્ડ ઉપર રજુ થયેલ દલીલો અને ઉચ્ચ ન્યાયાલયનાં જજમેન્ટ ધ્યાને લઈ ટ્રીબ્યુનલ દવારા મૃતકનાં વારસદારોને રૂા.45,42,665 ચુકવવા હુકમ કર્યો હતો. આ આ કેસમાં ફારૂૂકભાઈ કલાણીયાનાં વારસદારો વતી રાજકોટના અકસ્માત કાયદાનાં નિષ્ણાંત એડવોકેટ કલ્પેશ કે. વાઘેલા, કરણ કારીયા (ગઢવી), ભાવીન હદવાણી (પટેલ), અર્જુન કારીયા (ગઢવી), શ્રધ્ધા અકબરી, કૃણાલ ચાવડા, આદિત્ય મકવાણા, માનવ ચાવડીયા, સોહમ દત્તા અને ઉદીત આંબલીયા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *