બંગાળમાં EVMમાં ભાજપના બટન ઉપર ટેપ લગાવી દેવાઇ, ત્રણ બૂથમાં રિવોટિંગ

  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન હાલમાં ચાલી રહ્યું છે. ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ફાલ્ટા બેઠકે હેડલાઇન્સ મેળવી છે. મતદાનના…

 

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન હાલમાં ચાલી રહ્યું છે. ડાયમંડ હાર્બર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી ફાલ્ટા બેઠકે હેડલાઇન્સ મેળવી છે. મતદાનના દિવસે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઊટખ) સાથે ચેડા અને આ વિસ્તારમાં બટનો પર ટેપ ચોંટાડવા અંગે ગંભીર આરોપો સામે આવ્યા છે. અભિષેક બેનર્જીના સંસદીય મતવિસ્તારમાં, BJP ઉમેદવાર દેવાંશુ પાંડાએ આરોપ લગાવ્યો હતો કે ઘણા બૂથ પર,EVM મશીનો પર તેમના નામ અને પાર્ટીના ચૂંટણી પ્રતીકને અનુરૂૂપ બટન ટેપ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે મતદારો ભાજપની તરફેણમાં મતદાન કરતા અટકાવવા માટે આ કરવામાં આવ્યું હતું. જો કે, ચુંટણીપંચે આ મામલો ગંભીરતાથી લઇ ફેર મતદાનનો આદેશ કર્યો છે.

ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ’એકસ’ (પહેલાનું ટ્વિટર) પર ઘણા વીડિયો શેર કર્યા છે, જેમાંEVM બટનો પર ટેપ સ્પષ્ટપણે જોઈ શકાય છે. આને “ડાયમંડ હાર્બર મોડેલ” ગણાવતા તેમણે કહ્યું, “મમતા બેનર્જી આ પ્રકારના ગુનેગાર (જહાંગીર ખાન)નો બચાવ કરી રહ્યા હતા. અનેક બૂથ પર, ટેપનો ઉપયોગ કરીને ભાજપને મત આપવાનો વિકલ્પ અવરોધિત કરવામાં આવ્યો છે.” માલવિયાએ ખાસ કરીને બૂથ નંબર 144, 170 અને 189 નો ઉલ્લેખ કર્યો.

ઉલ્લેખનીય છે કે અગાઉ, અભિષેક બેનર્જીના નજીકના સહયોગી ટીએમસી ઉમેદવાર જહાંગીર ખાન અને પોલીસ ઓબ્ઝર્વર અજય પાલ શર્મા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મતદાન પહેલાં, શર્માએ જહાંગીર ખાન અને તેમના પરિવારને ચૂંટણી પ્રક્રિયામાં દખલ ન કરવા ચેતવણી આપી હતી. મતદાનના દિવસે, જહાંગીર ખાન તેમના પક્ષ કાર્યાલયના ’વોર રૂૂમ’ સુધી મર્યાદિત રહ્યા, જ્યારે તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે બહાર તણાવ ચાલુ રહ્યો. પશ્ચિમ બંગાળના ચૂંટણી કમિશનરેEVM સાથે છેડછાડની ફરિયાદો અંગે કડક ચેતવણી આપી છે. પંચે જણાવ્યું હતું કે બટનો પર ટેપ લગાવવા અંગેના આરોપોની ચકાસણી કર્યા બાદ ફેર મતદાનની સુચના અપાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *