ચેક મુજબની રકમ વળતર પેટે સમય મર્યાદામાં ચૂકવવા કોર્ટનો હુકમ
ધંધાના વિકાસ અર્થે મિત્રતાના દાવે હાથ ઉછીના આપેલા રૂપિયા દોઢ લાખનો ચેક રીટર્ન કેસમાં આરોપી મિત્રને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ ચુકવવા અદાલતે હુકમ કર્યો છે. શહેરના કરણપરા વિસ્તારમાં રહેતા પારસભાઈ મનહરલાલ શાહએ મિત્રતાના દાવે મહેશભાઈ કે. આશીયાણીને ધંધાના વિકાસ અર્થે 1 વર્ષમાં માટે રૂા. 1.50 લાખ હાથ ઉછીના આપેલા હતા.
પરંતુ એક વર્ષ પૂરું થવા છતાં રકમ પરત નહી આપતા અને અલગ અલગ વાયદાઓ આપી, સમય પસાર કરેલ જેથી પારસભાઈએ અવારનવાર રકમ પરત માંગતા આખરે મહેશભાઈએ નાગરિક બેન્કનો રૂૂ. 1,50 લાખનો ચેક પારસભાઈને આપ્યો હતો. ચેક પારસભાઈએ બેન્કમાં જમા કરાવતા સદરહુ ચેક ખાતામાં પુરતું ભંડોળ ન હોવાના કારણે પરત ફરેલ જેથી પારસભાઈએ ચેક રીટર્ન થવા સબબ વકીલ મારફત મહેશભાઈને લીગલ ડીમાન્ડ નોટીસ મોકલેલ તેમ છતાં મહેશભાઈ દ્વારા નિયત સમય મર્યાદામાં ચેક મુજબની રકમ ન ચુકવતા, પારસભાઈએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.
કોર્ટ દ્વારા મહેશભાઈને હાજર થવા સમન્સ ઇસ્યુ કરતા મહેશભાઈ તેમના વકીલ સાથે કોર્ટમાં હાજર થયેલ અને સમગ્ર કેસ ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષકારો તરફે રજુ થયેલ લેખીત, મૌખિક પુરાવાઓ અને દલીલો ધ્યાને લઇ કોર્ટ દ્વારા મહેશભાઈ આશીયાણીને દોઢ વર્ષની સાદી કેદની સજા અને ચેક મુજબની રકમ સમય મર્યાદામાં ફરિયાદી પારસભાઈને ચૂકવી આપવાનો આખરી હુકમ ફરમાવેલો છે.ફરિયાદી પારસભાઈ શાહ વતી પી. એમ. શાહ લો ફર્મના એડ્વોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ, ઊડ્ઢ ચિરાગભાઈ શાહ, રાજેન્દ્રભાઈ જોષી, રવિરાજભાઇ વાળા, આસિસ્ટન્ટ તરીકે રાજાભાઈ ભટ્ટ અને વિપુલભાઈ દેવમુરારી રોકાયા હતા.
