મોરબી જિલ્લા પંચાયતની 24 બેઠક માટે યોજાયેલ ચૂંટણીમાં જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકોમાંથી 17 જેટલી બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે પરંતુ જિલ્લા પંચાયતમાં મેજર અપસેટ જોવા મળે તેવી શક્યતા છે કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદની સીટ આદિવાસી અનામતની સીટ છે અને અનામત સીટ ઉપર ભાજપ તરફથી જે ઉમેદવાર ઉભા રાખવામાં આવ્યા હતા તેનો પરાજય થયો છે અને કોંગ્રેસમાંથી નેકનામ બેઠક ઉપર ચૂંટણી લડતા મહિલાનો વિજય થયો હોય ભાજપની જિલ્લા પંચાયતમાં બહુમતી હોવા છતાં પણ પ્રમુખ કોંગ્રેસના બેસસે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
ટંકારા તાલુકાની નેકનામ બેઠક આદિવાસી અનામતની બેઠક હોય તે બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસની સિદ્ધિ ટક્કર હતી અને આ બેઠક ઉપરથી જે વિજેતા બને તે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ બનશે તે નિશ્ચિત હતું તેવામાં આ ચૂંટણીની અંદર મેજર અપસેટ જોવા મળ્યો છે અને નેકનામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારનો પરાજય થયો છે જેથી હવે જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં પણ કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે બેસે તે નક્કી છે.
