ગુંદાવાડીમાં વૃદ્ધાએ મીમારીથી કંટાળી

બીજા માળેથી પડતુ મૂકી કર્યો આપઘાત શહેરમાં ગુદાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી બીજા માળે ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. વૃદ્ધાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ…

બીજા માળેથી પડતુ મૂકી કર્યો આપઘાત

શહેરમાં ગુદાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધાએ બીમારીથી કંટાળી બીજા માળે ગેલેરીમાંથી મોતની છલાંગ લગાવી હતી. વૃદ્ધાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગુંદાવાડીમાં આવેલ શ્રીરામ એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા કમળાબા બળવંતસિંહ જાડેજા નામના 62 વર્ષના વૃદ્ધા પોતાના ઘરે હતા ત્યારે બીજા માળની ગેલેરીમાંથી વહેલી સવારના પાંચેક વાગ્યાના અરસામાં નીચે પટકાયા હતા વૃદ્ધાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક કમળાબા જાડેજાએ બીમારીથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત બીજા બનાવમાં લોધીકાના વીરવા ગામે આવેલ કંપનીની ઓરડીમાં રહેતા શાહબુદ્દીન નિશાર અહમદ ઇદ્રીસી નામના 28 વર્ષના શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણસર ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન મૂળ યુપીનો વતની હતો અને ત્રણ ભાઈ ચાર બહેનમાં મોટો હતો. મૃતક યુવાનને સંતાનમાં એક પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *